ઇટાલિયન ઓપનમાં નડાલ-જોકોવિચ કવાર્ટરમાં

ઇટાલિયન ઓપનમાં નડાલ-જોકોવિચ કવાર્ટરમાં
રોમ, તા.17: સ્પેનનો વિશ્વ નંબર બે રાફેલ નડાલ અને સર્બિયાનો વિશ્વ નંબર એક નોવાક જોકોવિચ ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના કવાર્ટર ફાઇનલમાં પહોચી ગયા છે. નડાલે ત્રીજા રાઉન્ડમાં જોર્જિયાના ખેલાડી નિકોલોજ બેસિલાશવિલીને 6-1 અને 6-0થી સજ્જડ હાર આપી હતી. કવાર્ટર ફાઇનલમાં નડાલનો સમાનો હમવતન ફર્નાન્ડો વર્ડાસ્કો સામે થશે. જ્યારે નંબર વન જોકોવિચે ત્રીજા રાઉન્ડમાં કેનેડાના ખેલાડી ડેનિસ શાપોવલોવ સામે 6-1 અને 6-3થી સરળ જીત મેળવી હતી. કવાર્ટરમાં તેનો સામનો આર્જેન્ટિનાના જુઆન માર્ટિન ડેલ પેત્રો સામે થશે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer