આઇપીએલના નબળા દેખાવની અસર વર્લ્ડ કપમાં પડશે નહીં : કુલદીપ

આઇપીએલના નબળા દેખાવની અસર વર્લ્ડ કપમાં પડશે નહીં : કુલદીપ
કોલકતા તા.17: ટીમ ઇન્ડિયાના ચાઇનામેન બોલર કુલદિપ યાદવનું માનવું છે કે તેને જો સુકાની વિરાટ કોહલી અને એમએસ ધોનીનો સાથ મળ્યો ન હોત તો તે આટલો સફળ થયો ન હોત. કુલદિપ કહે છે કે કેપ્ટન કોહલીએ મને આક્રમણ કરવાની સ્વતંત્રતા આપી છે. જે સફળતા માટે જરૂરી છે. તમારે એક એવા કેપ્ટનની જરૂર હોય છે જે તમારી ક્ષમતા પર ભરોસો રાખે. 
આઇપીએલમાં કુલદિપ યાદવ સારું પ્રદર્શન કરી શકયો નથી. આથી કેકેઆરની ઇલેવનમાંથી પડતો મુકવો પડયો હતો. આ સિઝનમાં તેને 9 મેચમાં ફકત 4 જ વિકેટ મળી હતી. જેના પર આ 24 વર્ષીય સ્પિનર કહે છે કે તે જૂની વાતને ભુલીને 30 મેથી શરૂ થઇ રહેલ વર્લ્ડ કપમાં પોતાના પ્રદર્શન માટે રણનીતિ બનાવી રહયો છે. તે કહે છે કે આઇપીએલ બિલકુલ અલગ છે. હું એક પરિપકવ બોલર છું. આઇપીએલના પ્રદર્શનની અસર વર્લ્ડ કપમાં અસર કરશે નહીં. જો કે કુલદિપે સ્વીકાર્યું કે હું જાદુગર નથી કે દરેક મેચમાંથી વિકેટ મેળવું.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer