ગુજરાત કૉંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ચૂંટણીનાં પરિણામો બાદ સસ્પેન્ડ કરાશે ?

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17 : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મળેલી ફરિયાદને ધ્યાનમાં લઇને પક્ષ વિરોધી  પ્રવૃત્તિ કરનારાઓને  ચૂંટણીના પરિણામો બાદ સસ્પેન્ડ કરવામાં આવશે. 
મળતી માહિતી અનુસાર, લોકસભા ચૂંટણી સમયે પક્ષ વિરોધી કામગીરી કરનારા પ્રતિનિધિઓ પર કોંગ્રેસ પક્ષના નેતાઓ દ્વારા ખાસ નજર રાખવામાં આવી હતી.  રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, પાટણ જિલ્લા સહિત 20થી વધુ શહેરોના પ્રતિનિધિઓ સામે પક્ષ વિરોધી  કામગીરીની ફરિયાદ કોંગ્રેસના નેતાઓ સુધી પહોંચી છે. આ મામલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે અને આવનારા સમયમાં સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલા લેવા અંગે તખ્તો તૈયાર કરાયો છે. 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer