નોટબંધી સમયે મોદીએ મંત્રીઓને ઘરમાં પૂર્યા હતા : રાહુલ

હિમાચલ પ્રદેશમાં રેલી દરમિયાન મુક્યો નવો આરોપ
નવી દિલ્હી, તા. 17 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર નવો આરોપ મુક્યો હતો કે મોદીએ નોટબંધીની ઘોષણા સમયે પોતાના કેબિનેટ મંત્રીઓને પોતાના આવાસે બંધ કરીને રાખ્યા હતા. એક રેલી દરમિયાન રાહુલે આરોપ મુક્યો હતો અને કહ્યું હતું કે, તેમની સુરક્ષામાં રહેલા એસપીજીએ મંત્રીઓને ઘરમાં પુરીને રાખ્યા હોવાની વાત કરી હતી. 
હિમાચલ પ્રદેશના સોલાનમાં એક રેલી સંબોધિત કરતા રાહુલ ગાંધીએ બાલાકોટ એરસ્ટ્રાઈક અંગે પણ મોદી ઉપર નિશાન તાક્યું હતું અને કહ્યું હતું કે, મોદી પોતાના સપનાની દુનિયામાં રાચે છે. રાહુલે કટાક્ષ કર્યો હતો કે મોદી પાસે કેટલી જાણકારી છે. તેઓએ એરફોર્સને પણ કહ્યું હતું કે, ચિંતાની વાત નથી વાદળો વચ્ચે યુદ્ધવિમાનને પાકિસ્તાની રડાર પકડી શકશે નહીં. આવી જ રીતે મોદી પોતાની જ અલગ દુનિયામાં રહે છે તેઓ લોકોને પણ સાંભળતા નથી. જે હકીકતમાં સાંભળવું જોઈએ. 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer