ગાંધીનગર સીરિયલ કિલર કેસમાં નવો વળાંક, મુંબઈ પોલીસ ચિત્રમાં આવી !

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.17:ગાંધીનગર પોલીસ જે સીરિયલ કિલરને શોધી રહી છે તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. આ કેસમાં હવે મુંબઈ પોલીસ ચિત્રમાં આવી છે. મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા કેસનું પગેરું શોધવા માટે મુંબઈ પોલીસ ગાંધીનગર પહોંચી  છે. 
પ્રાપ્ત માહિતી અનુસાર, મુંબઈની લોકલ ટ્રેનમાં બે મહિલાઓની હત્યા થઈ છે, જેનો શંકાસ્પદ હત્યારો સીસીટીવીમાં કેદ થયો છે. જો કે આ હત્યારાનો ચહેરો ગાંધીનગરના સીરિયલ કિલરને મળતો આવે છે તેથી મુંબઈ પોલીસ હત્યાનું પગેરું શોધતી ગાંધીનગર પહોંચી છે. મુંબઈ પોલીસે આ કેસની તપાસ કરતા અધિકારીઓ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં ઉપરાઉપરી ત્રણ હત્યાઓ થઈ હતી. આ તમામ હત્યાઓ એક જ પ્રકારે કરવામાં આવી હતી. જેને પગલે ગાંધીનગરમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ગાંધીનગર પોલીસે આ કેસમાં તપાસ કરતા એક વ્યક્તિની શંકાસ્પદ હરકત સામે આવી હતી. પોલીસે અડાલજના એક પાર્લરના સીસીટીવી ફૂટેજમાં આ સીરિયલ કિલર દેખાયો હતો. ચાર મહિના વીતી ગયા હોવા છતાં આ ઘટના પરથી પડદો ઊંચકાયો નથી અને આરોપી હજુ પણ ગાંધીનગર પોલીસની પકડથી દૂર છે. જો કે ગાંધીનગર પોલીસ માટે પડકાર બનેલો સીરિયલ કિલરનો કેસ મુંબઈ પોલીસ ગાંધીનગર આવતા એક આશાનું કિરણ જન્મ્યુ છે. પાટનગરવાસીઓમાં ડરનો માહોલ જન્માવનાર સીરિયલ કિલરે ક્યારે ઝડપાશે એ મોટો સવાલ છે. 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer