પીએમ તરીકે મોદી કરતા અમિતાભ વધુ સારી પસંદ : પ્રિયંકા ગાંધી

કૉંગ્રેસ મહાસચિવે કહ્યું, જનતાએ દુનિયાના સૌથી મોટા અભિનેતાને વડાપ્રધાન બનાવ્યા
મિર્ઝાપુર, તા. 17 : લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ મિર્ઝાપુરમાં રેલી દરમિયાન પીએમ મોદીને અભિનેતા ગણાવ્યા હતા. તેમજ મોદી ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, આના કરતા તો અમિતાભને જ પીએમ બનાવી દેવાની જરૂર હતી. પ્રિયંકા ગાંધીની રેલીમાં ઓમ પ્રકાશ રાજભરના પક્ષના સમર્થકો પણ જોવા મળ્યા હતા. જેઓ રાજભરના પક્ષનો ઝંડો લઈને રેલીમાં સામેલ થયા હતા. 
મિર્ઝાપુરથી કોંગ્રેસના ઉમેદવાર લલિતેશ ત્રિપાઠી માટે પ્રચાર કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, મોદીજી નેતા નહી પણ અમિનેતા છે. લોકો સમજે કે તેઓએ દુનિયાના સૌથી મોટા અભિનેતાના વડાપ્રધાન બનાવ્યા છે. આનાથી સારૂ તો અમિતાભ બચ્ચનને જ વડાપ્રધાન બનાવ્યા હોત. બન્નેમાંથી એકે પણ કામ કંઈ કરવાનું નહોતું. પ્રિયંકાએ આગળ ઉમેર્યું હતું કે, જો મોદી ફરી વડાપ્રધાન બન્યા તો પાંચ વર્ષ વધુ ફિલ્મ જોવી પડશે. આ માટે જ વોટ કોને આપવો છે તે નક્કી કરવું જરૂરી છે. જમીન ઉપર કામ કરનારા નેતા કે હવામા ઉડતા નેતાને. મોદી દરેક ચૂંટણીમાં નવી વાર્તા લાવે છે. પહેલા 15 લાખ રૂપિયાની વાત કરી હતી. તે આવ્યા નહી. હવે ખેડૂતો માટે નવી વાર્તા બનાવી છે અને કહ્યું છે કે કિસાન સન્માન યોજના લાવ્યા છે. હકીકતમાં આ કિસાન સન્માન નહી કિસાન અપમાન યોજના છે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer