ભાજપ અને સંઘ ગોડ નહીં પણ ગોડસેના ચાહક : રાહુલ

સોલન, તા. 17 : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને આરએસએસ પર તીવ્ર પ્રહારો કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે, મને અંતે ખબર પડી ગઈ છે કે આ લોકો શું છે ? તેઓ ગોડના ચાહકો નથી પણ ગોડ-સેના ચાહકો છે. 
મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવતી સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ભાજપ ચોમેરથી ઘેરાયો છે ત્યારે રાહુલે પણ ભાજપ અને સંઘ પર હુમલો કરતાં કહ્યું હતું કે, ભાજપ અને સંઘના લોકો ગોડના નહીં પણ ગોડસેના ચાહકો છે. 
અગાઉ રાહુલે હિમાચલ પ્રદેશના સોલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવતાં જણાવ્યું હતું કે, નોટબંધીના નિર્ણયમાં મોદીએ કોઈને સાથે રાખ્યા નહીં. તેમણે પોતાની કેબિનેટને પણ રૂમમાં બંધ કરી નાખી હતી. તેમને સમજ આવતી નથી અને વાયુસેનાના લોકોને પોતાનું જ્ઞાન આપી રહ્યા છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો 22 લાખ સરકારી જગ્યાઓ ભરવામાં આવશે. 
રાહુલે કહ્યું હતું કે, આરબીઆઈ દેશના અર્થતંત્રને માર્ગ બતાવી રહી છે પણ પીએમ મોદીએ તેમને જ પૂછ્યા વિના નોટબંધીનો અમલ કરી દીધો. મોદીએ એ વખતે પોતાની કેબિનેટને રેસકોર્સ રોડમાં પૂરી નાખી હતી, મારી સુરક્ષામાં લાગેલા એસપીજીવાળા લોકોએ મને બતાવ્યું.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer