મુંબઈમાં અંધારપટ સર્જાશે?

બેસ્ટે છેલ્લા પાંચ મહિનાથી વીજ બિલ ભર્યું ન હોવાથી તાતાએ પાવર સપ્લાય કાપી નાખવાની ધમકી આપી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : બેસ્ટની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બેસ્ટના વીજ વિભાગે વીજ પુરવઠો પુરો પાડતી તાતા પાવર કંપનીનું પાંચ મહિનાનું બિલ ભર્યું નથી. બેસ્ટના વીજ વિભાગને તાતા કંપની દ્વારા વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે, પરંતુ બેસ્ટે ડિસેમ્બર 2018થી એપ્રિલ 2019 સુધીનું 561.58 કરોડ રૂપિયાનું બિલ ભર્યું નથી. આ બિલ તાત્કાલિક નહીં ભરવામાં આવે તો 21 મેથી વીજ પુરવઠો કાપી નાખવામાં આવશે, તેવી ચેતવણી તાતા કંપનીએ બેસ્ટને આપી છે. 
બેસ્ટની આર્થિક સ્થિતિ નબળી હોવાથી પરિવહન વિભાગ પુર્ણ રીતે ખોટમાં છે. આ પહેલા વીજ વિભાગનો નફો પરિવહન વિભાગની ખોટ સાથે જોડવામાં આવતો. તેને કારણે બેસ્ટ ખોટમાં જઈ રહી હતી એટલે મહારાષ્ટ્ર વીજ નિયામક આયોગે આ બન્નેને જોડવા પર મનાઈ ફરમાવી હતી.
 બેસ્ટના વીજ વિભાગને તાતા તરફથી વીજ પુરવઠો પુરો પાડવામાં આવે છે. તેના બિલ તાતા તરફથી મોકલવામાં આવે છે, પરંતુ છેલ્લા પાંચ મહિનાથી બેસ્ટે બિલ ન ભર્યું હોવાથી તાતા કંપનીએ પત્ર લખ્યો છે અને બાકી રહેલું 561.58 કરોડ રૂપિયાનું બિલ તાત્કાલિક ચુકવવાનું 
કહ્યું છે. જો બિલ ભરવામાં નહીં આવે તો 21 મેથી વીજ પુરવઠો પુરો પાડવામાં નહીં આવે. જો આમ થશે તો બેસ્ટના સરેરાશ 10 લાખ ગ્રાહકોની મુશ્કેલીઓમાં વધારો થશે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer