નાના પાટેકરને મુંબઈ પોલીસે કોઈ ક્લીન ચિટ આપી નથી : તનુશ્રી દત્તા

નાના પાટેકરને મુંબઈ પોલીસે કોઈ ક્લીન ચિટ આપી નથી : તનુશ્રી દત્તા
મુંબઈ, તા. 17 : અભિનેત્રી તનુશ્રી દત્તાનું કથિત રીતે જાતિય શોષણ કરવાના પ્રકરણમાં અભિનેતા નાના પાટેકરને ક્લિન ચિટ મળી હોવાના સમાચાર ખોટા હોવાનું જાણવા મળ્યું. તનુશ્રી દત્તાએ કહ્યું હતું કે આ પ્રકરણમાં મુંબઈ પોલીસે નાના પાટેકરને કોઈ ક્લિન ચિટ આપી નથી અને તેમની તપાસ હજી ચાલુ છે.
હૉર્ન ઓકે પ્લીઝ ફિલ્મના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે મારો વિનયભંગ કર્યો હતો એવી ફરિયાદ તનુશ્રી દત્તાએ નોંધાવી છે.
તનુશ્રીએ કહ્યું હતું કે આ ખોટા સમાચાર ફેલાવવા માટે નાનાની પીઆર ટીમ જવાબદાર છે. આ આરોપ બાદ ઈન્ડસ્ટ્રીમાં તેમને કોઈ કામ મળતું ન હોવાથી આ પ્રકરણ ગમેતેમ કરીને તેઓ સંકેલી લેવા માગે છે. આ કેસના સાક્ષીઓને ધમકાવવામાં આવતા હતા એટલે તેમને જુબાની માટે તૈયાર કરવામાં સારો એવો સમય લાગ્યો. અમૂક ખોટા સાક્ષીઓને પણ ઊભા કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં મને ન્યાય ક્યાંથી મળી શકવાનો?
અભિનેત્રીએ કહ્યું હતું કે આ પ્રકરણમાં મને ન્યાય માટે જે સમય લાગશે તે આપવા હું તૈયાર છું. હું હાર માનવાની નથી. નાના પાટેકર, કોરિઓગ્રાફર ગણેશ આચાર્ય, નિર્માતા સામી સિદીક્કી અને દિગ્દર્શક રાકેશ સાવંતને શિક્ષા થાય એ માટે હું આખરી દમ સુધી લડીશ. જો મે ચાર જણ સામે એફઆઈઆર કરી છે, તો પોલીસ માત્ર એક જણને ક્લિન ચિટ કેવી રીતે આપી શકે? નાના પાટેકરની પીઆર ટીમનું આ કાવતરૂ  છે. આ પ્રકરણમાં એડવોકેટ નીતિન સાતપુતે પત્રકાર પરિષદ ટૂંક સમયમાં બોલાવશે અને સર્વ બાબતોનો ખુલાસો કરશે.
 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer