રૂપાણી સંવેદનશીલ અને મોટા મનના માણસ : - પ.પૂ.જ્ઞાન જીવનદાસજી સ્વામી

રૂપાણી સંવેદનશીલ અને મોટા મનના માણસ : - પ.પૂ.જ્ઞાન જીવનદાસજી સ્વામી
ઘનશ્યામ પંચ દશાબ્દિ મહોત્સવ - વડોદરા 
અમારા પતિનિધિ તરફથી
 વડોદરા તા. 17 : મુખ્યપધાન વિજયભાઇ રૂપાણીએ 21 મી સદી ભારતની સદી છે, ત્યારે યુવાનોને આધુનિક ટેકનોલોજીનો મહત્તમ વિનિયોગ કરી સમગ્ર વિશ્વમાં ભારતમાતાને વિશ્વગુરૂ બનાવવા હાકલ કરી હતી. આ સંદર્ભે મુખ્યપધાનશ્રીએ જણાવ્યું કે ભારત મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યુ છે. યુવાનોની શક્તિ એ જ જ્ઞાનશક્તિ છે, ત્યારે યુવાનોને મહત્તમ તકો આપી તેમની રચનાત્મક શક્તિઓનો રાષ્ટ્ર ઘડતરમાં ઉપયોગ કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યપધાનશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર, વડોદરા ખાતે ઘનશ્યામ પંચદશાબ્દિ મહોત્સવ ઉજવણીના ભાગરૂપે યોજાયેલ સહજાનંદી યુવા શિબિરને પ.પૂ. જ્ઞાનજીવનદાસજી સ્વામી સંતો મહંતો, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ખુલ્લી મૂકી હતી. આ અવસરે મુખ્યમંત્રીએ ``િસ્પરીરયુઅલ લીડરશીપ'' પુસ્તકના ગુજરાતી હિન્દી સંસ્કરણનું વિમોચન કર્યુ હતું. મુખ્યમંત્રીએ મંદિરમાં દર્શન કરી પ.પૂ.જ્ઞાનજીવનદાસ સ્વામીના આશીર્વાદ લીધા હતા. તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આપણી ઋષિ પરંપરા અનુરૂપ આધ્યાતિમકતા સાથે યુવાનોનું ઘડતર થઇ રહ્યુ છે. જેને પરિણામે ભારતમાં ધાર્મિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રવાદનો પાયો મજબૂત બન્યો છે. 
પ.પૂ.સ્વામી જ્ઞાનજીવનદાસજીએ મુખ્યમંત્રીને સંવેદનશીલ અને મોટા મનના માણસ ગણાવતાં જણાવ્યું હતુ કે જીવ માત્રના કલ્યાણ માટે વરેલા મુખ્યમંત્રીના કામો દ્વારા તેમનું વ્યક્તિત્વ ઉભર્યુ છે. ગુજરાતની સુખ-સમૃધ્ધિ અને વિકાસ માટે તેમને મુખ્યમંત્રીને શુભાષિસ પાઠવ્યા હતા. 
સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યુ કે આધુનિક યુગમાં આદર્શ આધ્યાત્મિક જીવન જીવવુ પડકારરૂપ છે, ત્યારે ગુરૂવર્ય પ.પૂ.જ્ઞાનજીવનદાસ સ્વામીએ યુવા પેઢીના ઘડતર માટે નવીન રાહ બતાવ્યો છે. રાજદંડ અને ધર્મદંડ એકમેક થાય તો સમાજ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેમ તેમણે ઉમેયુ હતું.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer