સુપ્રીમ કોર્ટના આદેશને ચાતરવા સરકારે વટહુકમનો આશ્રય લીધો

સુપ્રીમ કોર્ટના આદેશને ચાતરવા સરકારે વટહુકમનો આશ્રય લીધો
મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં મરાઠા વિદ્યાર્થીઓને હવે ઍડમિશન મળશે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મરાઠા અનામતમાંની એક શરતને લીધે મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશમમાં એડમિશનથી વંચિત રહી ગયેલા મરાઠા વિદ્યાર્થીઓની વહારે સરકાર આવી છે. એડમિશનથી વંચિત રહી ગયેલા આ વિદ્યાર્થીઓ માટે ફડણવીસ સરકારે વટહુકમ બહાર પાડયો છે. ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ શુક્રવારે પ્રધાનમંડળની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. એમાં મરાઠા વિદ્યાર્થીઓના પ્રવેશ વિશે ચર્ચા કરવામાં આવી હતી અને અને વટહુકમને મંજૂરી આપવામાં આવી.
આ વટહુકમ દ્વારા સોશિયલી ઍન્ડ એજ્યુકેશનલી બૅકવર્ડ ક્લાસીસ રિઝર્વેશન ઍક્ટ 2018માં સુધારો કરાયો છે. આ વટહુકમને લીધે જે વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે તેમની ફી પણ સરકાર ભરશે. ખાનગી કોલેજોમાં જનરલ કેટેગરી વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ ક્વોટામાં અરજી કરી શકશે.
મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં આ વર્ષે અનામત લાગુ ન કરવાનો નિર્ણય મુંબઈ હાઈ કોર્ટની નાગપુર બૅન્ચે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ આ ચૂકાદાને બહાલી આપી હતી. આ ચુકાદા સામે મરાઠા વિદ્યાર્થીઓએ આંદોલન છેડયું હતું. આનો રસ્તો કાઢવા સરકારે આ વટહુકમ બહાર પાડયો છે.
મરાઠા અનામતની જાહેરાત થઈ એ પહેલા જે અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમાં મરાઠા અનામત લાગુ નહી પડે એવી નોટિફિકેશનમાંની એક શરત સરકાર માટે માથાનો દુખાવો બની છે. હાઈ કોર્ટની નાગપુર બૅન્ચે આ શરતના આધારે જ ચુકાદો આપ્યો હતો.
બીજી તરફ સરકારના આ વટહુકમને ઓપન કેટેગરીમાંના વિદ્યાર્થીઓ-વાલીઓ સુપ્રીમ કોર્ટમાં પડકારે એની પુરેપુરી શક્યતા છે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer