`ફૂટઓવર બ્રિજો પરથી પેવર બ્લોક્સ કાઢી નાખો''

મુંબઈ, તા. 18 : રેલવેએ બીએમસીને એફઓબી અને આરઓબીની સ્થિતિ બની રહે માટે તેના પરના પેવર બ્લોક્સ દૂર કરવા જણાવ્યું છે. પાલિકાના વડા મથકે ચોમાસાની પૂર્વ તૈયારી માટેની બેઠકમાં આ મુદ્દા ચર્ચાયા હતા.
પાલિકાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે એક વર્ષમાં બે બ્રિજો તૂટી પડયા પછી આ પુલોના માળખાની જાળવણીના મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચા થઈ હતી. ગોખલે બ્રિજ અને હિમાલયા એફઓબી તૂટી પડવાના કારણોમાં પેવર બ્લોકસનો ભાર મનાય છે. આથી રેલવેએ બ્રિજ વિભાગને કહ્યું છે એ પેવર બ્લોક્સ કાઢી નખાય તો પુલના માળખા પર વજનનું પ્રમાણ હળવું થશે.
 

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer