સટ્ટા બજારમાં ઇંગ્લૅન્ડ ફેવરિટ : ભારત બીજા ક્રમાંકે

સટ્ટા બજારમાં ઇંગ્લૅન્ડ ફેવરિટ : ભારત બીજા ક્રમાંકે
મુંબઈ, તા. 18 : ઇંગ્લૅન્ડમાં યોજાનારી વર્લ્ડ કપ ક્રિકેટ (ઓડીઆઈ) સ્પર્ધા નજીક આવી રહી છે ત્યારે તેમાં વિજેતા કોણ બનશે તેની શરતો લાગી રહી છે. વિજેતાપદના દાવેદારોમાં ભારતની ટીમ ટોપ પર છે, પરંતુ સટ્ટાબજારમાં ભારતને બદલે ઇંગ્લૅન્ડની પસંદગી કરાઈ રહી છે.
એક અંગ્રેજી અખબારના મતે યજમાન ઇંગ્લૅન્ડ પંટર્સની પ્રથમ પસંદગી છે. ઇંગ્લૅન્ડ પર 15/8નો સટ્ટો, જ્યારે ભારત પર 3/1 અને ગત વિજેતાપદ મેળવનારા અૉસ્ટ્રેલિયા પર 9/2નો ભાવ બોલાય છે.
ઇંગ્લૅન્ડની બાબતમાં તેના પર લગાડેલી રકમ 15થી ગુણવી અને પછી આઠથી ભાગવી. ઉદાહરણ તરીકે જો તમે ઇંગ્લૅન્ડ પર 50,000 લગાવ્યા તો તમને (50000 # 15/8 + 50000 = 1,43,750 જેટલી રકમ મળશે. આ ક્રમમાં અફઘાનિસ્તાનનો ભાવ તળિયે 100/1 છે. વધુ એક ઓનલાઈન બેટિંગ વેબસાઈટે પણ ઇંગ્લૅન્ડ (3.25)ની પસંદગી દર્શાવી છે. ત્યાર બાદ ભારત (3.75) અને અૉસ્ટ્રેલિયા (4.5)નો નંબર આવે છે, જ્યારે શ્રીલંકા (5.1), અફઘાનિસ્તાન તથા બાંગ્લાદેશ (દરેક 8.1) તળિયે છે. કેપ્ટન ઇયોન મોર્ગન, જોસ બટલર, જેસન રોય જેવા ધૂરંધર ખેલાડીઓને લીધે ઇંગ્લૅન્ડની સ્થિતિ મજબૂત છે. ભારતની વાત કરીએ તો વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને એમ. એસ. ધોની તેના હુકમી એક્કા છે.
દરમિયાન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન અને સૌથી વધુ વિકેટ લેવાની સટ્ટેબાજીમાં અનુક્રમે કોહલી અને બુમરાહ મોખરે છે. કોહલીનો ભાવ 6/1 છે ત્યાર બાદ ડેવીડ વોર્નર (10/1), જો રૂટ (12/1), જોની બેરેસ્ટો (14/1) અને ક્વિન્ટન ડી કોક (14/1) આવે છે.
ભારતના બેટ્સમેનોમાં રોહિત શર્માનો ભાવ 14/1 અને શિખર ધવનનો 16/1 બોલાય છે તો બુમરાહ (14/1), યુઝવેન્દ્ર ચહલ (16/1) અને મોહમદ શમીનો (18/1) ભાવ બોલાય છે.
વર્લ્ડ કપ ક્રિકેટ પર સટ્ટાબાજીને લઈ મુંબઈના બુકીઓએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે, જ્યારે દેશભરના બીજા બુકીઓ પણ સકિય બન્યા છે અને મૅચ શરૂ થાય ત્યારથી અંત સુધી ભાવો નક્કી કરવા પ્લાન ઘડી રહ્યા છે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer