મોદીની જીતના આશાવાદે શૅરબજારમાં તેજી

મોદીની જીતના આશાવાદે શૅરબજારમાં તેજી
મુંબઈ, તા. 18 : લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કા અને રવિવારની સાંજના ઍક્ઝિટ પોલ પહેલાં શૅરબજારે ઉછાળારૂપી ભારે જોશ દેખાડયો છે. ગઈકાલે સપ્તાહના અંતિમ સત્રમાં બજારમાં ખાસ્સી હિલચાલો જોવા મળી છે. આ પ્રકારના ઉછાળા માટે બજારના નિષ્ણાતો માને છે કે ઍક્ઝિટ પોલના મુદ્દે બજાર `પૉઝિટિવ' છે. મોદી જીતવાનો આશાવાદ છે અને સાથે સાથે કેન્દ્રમાં જે પણ સરકાર આવશે તે મજબૂત અને સ્થિર હશે, તો બીજું વૈશ્વિક પરિબળ અમેરિકા અને જાપાનના શૅરબજારોમાં તેજી રંગ ગણાવાય છે. એટલે જ સ્થાનિકમાં ગઈકાલે મુખ્ય બેન્ચમાર્કે સેન્સેક્ષ 537.29 પૉઈન્ટ્સ અથવા 1.44 ટકાના ઉછાળાએ 37930.77ના સ્તરે બંધ થયો હતો. હવે રવિવાર પછી અને 23 મેના ચૂંટણીનાં આખરી પરિણામો બજારને દોરશે એમ નિષ્ણાતો મત વ્યક્ત કરે છે.
એક અગ્રણ્ય નિષ્ણાતના જણાવ્યા મુજબ આમ તો ઍક્ઝિટ પોલ પહેલાં જ ભારતીય શૅરબજારે મજબૂતીનો પ્રવાહ દાખવ્યો છે. રવિવારે ચૂંટણીના અંતિમ તબક્કા પૂર્વે શેરોમાં લેવાલી માટેનો જોશ દેખાયો છે. જે દર્શાવે છે કે બજારને ઍક્ઝિટ પોલમાં સ્થિર સરકાર મળવાનો આશાવાદ રહ્યો છે તો બજારના અન્ય એક અનુભવીના મતે કેન્દ્રમાં મજબૂત સરકાર આવશે અને આર્થિક સુધારાને આગળ ધપાવશે એવી આશા રાખી શકાય. તેમાં અમેરિકાના બજારની તેજીએ સ્થાનિકમાં પણ પ્રોત્સાહન વધારી દીધું છે. એટલે બૅન્કિંગ અને એફએમસીજીના શૅરો નવી ઊંચાઈને સ્પર્શવા સફળ રહ્યા છે.
આ પરિસ્થિતિમાં ઇન્વેસ્ટરો મોકો જોઈને ચોકો લગાવે એટલે કે નફાકારક સ્થિતિ ચાલતી 
હોય ત્યારે શૅરો લે અને વેચવાલીનો માહોલ બને ત્યારે શૅરો વેચે, તેમાં મોટા શૅરોને 
નીચા ભાવ સ્તરે ખરીદે તો તેઓ લાભમાં રહેશે.
જો ઍક્ઝિટ પૉલમાં એનડીએ 300થી વધુ બેઠકો જીતી રહ્યાના નિર્દેશો આપશે તો બજાર 1થી 1.5 ટકા ઊંચું ખૂલશે અને જો 250 એકમોથી ઓછી મળશે તો આ ગેપ નોંધનીય ઘટી ગયેલો હશે. આમ તો બુધવાર સુધી બજાર નબળું ચાલતું હતું. તેનું કારણ અમેરિકા ચીન વચ્ચેનું `ટેન્શન' રહ્યું હતું.
મેમાં બંને ભાવાંકો લગભગ 3 ટકા ઘટેલા હતા. વિદેશી પોર્ટફોલિયા રોકાણકારો એફપીઆઈ સતત વેચવાલ રહ્યા અને આ જે `રેલી' જણાઈ તેમાં વેચવાની તક ઝડપી લીધી હતી. મેમાં એફપીઆઈનું રૂા. 4900 કરોડની વેચવાલી રહી હતી તો દેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂા. 1800 કરોડના શૅર્સ તો મેમાં રૂા. 8800 કરોડના (શુક્રવાર સહિતના) શૅર્સ ખરીદ્યા હતા.
હવે ઍક્ઝિટ પોલ્સ પછી સોમવારે બજારની ચાલ પર સૌની નજર રહેશે. બૅન્ક અૉફ અમેરિકા મેરિલ લિન્ચના જણાવ્યા મુજબ ઓનિયન પોલ્સના મુજબ હંગ સંસદ હશે જેમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે બહાર આવશે. પ્રાદેશિક પક્ષો આ સંજોગોમાં સરકાર બનાવવા ચાવીરૂપ અંગો બની રહેશે એમ પણ મનાય છે.

Published on: Sat, 18 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer