નવા ફોર્મેટ `એરબેડમિન્ટન''નું સમર્થન કરતી સાઇના

નવા ફોર્મેટ `એરબેડમિન્ટન''નું સમર્થન કરતી સાઇના
નવી દિલ્હી, તા.19: સાઇના નેહવાલ સહિતના બીજા ટોચના ભારતીય શટલરોએ બેડમિન્ટનના નવા ફોર્મેટ `એરબેડમિન્ટન'નું સમર્થન કર્યું છે. આ ખેલાડીઓનું માનવું છે કે સંન્યાસ લઈ ચૂકેલ ખેલાડીઓ માટે આ વૈકલ્પિક કેરિયર બની રહેશે. એરબેડમિન્ટન આઉટડોરમાં રમાઈ છે. વર્લ્ડ બેડમિન્ટન ફેડરેશન (બીડબ્લ્યુએફે) એરબેડમિન્ટનની પાછલા સપ્તાહે ચીનના ગ્વાંગઝૂમાં શરૂઆત કરી હતી. જેમાં કોર્ટની લંબાઈ-પહોળાઈ જુદી હોય છે. જુદા પ્રકારના શટલકોકનો ઉપયોગ થાય છે. જેના પર હવાની અસર ઓછી થાય છે.
એરબેડમિન્ટન પર સાઈના કહે છે કે આઉટડોર બેડમિન્ટન ભારતની પહેલી પસંદની રમત છે. તે એક સારો વિકલ્પ બની રહેશે. નિવૃત્તિ લઇ ચૂકેલા ખેલાડીઓ માટે નવી કેરિયર બની શકે. એચએસ પ્રણોયે પણ કહ્યંy છે કે સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડી એરબેડમિન્ટનમાં કેરિયર બનાવી શકશે. એરબેડમિન્ટન નાઇટ ગેમ તરીકે પણ વધુ લોકપ્રિય બની શકે. તેને બીચ પર પણ રમાડી શકાય.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer