નિવૃત્ત થઈ ચૂકેલ બ્રાવો વિન્ડિઝની વિશ્વ કપ ટીમમાં રીઝર્વ ખેલાડી તરીકે પસંદ

નિવૃત્ત થઈ ચૂકેલ બ્રાવો વિન્ડિઝની વિશ્વ કપ ટીમમાં રીઝર્વ ખેલાડી તરીકે પસંદ
પોલાર્ડ સહિત કુલ 10 ખેલાડી પસંદ કરાયા

નવી દિલ્હી, તા.19: વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે એક ચોંકાવનારો નિર્ણય લઇને નિવૃત્તિ લઇ ચૂકેલા અનુભવી ઓલરાઉન્ડર ડવેન બ્રાવોને વર્લ્ડ કપની ટીમના રીઝર્વ ખેલાડી તરીકે જાહેર કર્યો છે. બ્રાવોએ ગયા વર્ષે જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ જાહેર કરી દીધો છે. આમ છતાં તેનો વર્લ્ડ કપના રીઝર્વ ખેલાડીમાં સમાવેશ કરાયો છે. બ્રાવો પાછલા ચાર વર્ષથી વેસ્ટ ઇન્ડિઝ તરફથી કોઇ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નથી. વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ સાથેના મતભેદને લીધે તે જુદી જુદી ટી-20 લીગ રમતો રહે છે. આઇપીએલમાં ડવેન બ્રાવો ચેન્નાઇ તરફથી રમ્યો હતો.
વેસ્ટ ઇન્ડિઝે વિશ્વ કપ માટે બીજા એક અનુભવી ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડનું નામ પણ જાહેર કર્યું છે. તે આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે કુલ 10 રીઝર્વ ખેલાડી પસંદ કર્યા છે. તેમાં સુનીલ એમ્બ્રોસ, જોન કેમ્પબેલ, જોનાથન કાર્ટર, રોસ્ટન ચેઝ, શેન ડાવરિક, કીમો પોલ, ખેરી પિયરે અને રેમન રીફર સામેલ છે. વેસ્ટ ઇન્ડિઝ વિશ્વ કપમાં તેનો પહેલો મેચ પાકિસ્તાન સામે 31મી મેએ રમશે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer