સમલૈંગિક હોવાનો ભારતની સ્ટાર એથ્લેટ દુતી ચંદનો ખુલાસો

સમલૈંગિક હોવાનો ભારતની સ્ટાર એથ્લેટ દુતી ચંદનો ખુલાસો
નવી દિલ્હી, તા.19: ભારતની સ્ટાર મહિલા દોડવીર અને 100 મીટરની નેશનલ રેકોર્ડ હોલ્ડર દુતી ચંદે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યંy છે કે તેણી સમલૈંગિક છે અને જીવનસાથી પસંદ કરી ચૂકી છે. એશિયન ગેમ્સમાં રજત ચંદ્રક જીતનાર દુતી ચંદે કહ્યં છે તે તેનાં શહેરની એક મહિલા મિત્ર સાથે રીલેશનશિપમાં છે. દુતી ઓરિસ્સાના ચાકા ગોપાલપુર ગામની છે. તેનાં માતા-પિતા જાજપુર જિલ્લામાં વણકર છે. ભારતની આ સ્ટાર એથ્લેટ 100, 200 અને 4 બાય 100 મીટરમાં ભાગ લે છે. જો કે દુતીના આ ફેંસલાનો તેના પરિવારજનોએ ભારે વિરોધ કર્યો છે. દુતી કહે છે કે આ મામલે મને મારી મોટી બહેન ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપે છે.
એક મુલાકાતમાં દુતી ચંદે જણાવ્યું કે મેં જીવનસાથી શોધી લીધી છે. તે કહે છે કે દરેકને એ આઝાદી હોવી જોઈએ કે તે કોની સાથે રહી શકે અને પોતાનો સાથી પસંદ કરી શકે. 23 વર્ષીય આ એથ્લેટ કહે છે કે મેં હંમેશાં એવા લોકોને સપોર્ટ કર્યો છે જે સમલૈંગિક છે. હાલ મારું ફોકસ એથ્લેટિક્સ વર્લ્ડ કપ અને ઓલિમ્પિક પર છે. આ પછી મારી સાથી સાથે સેટલ થઈશ.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer