ઇટાલિયન ઓપનમાં પ્લિસકોવા અને રાફેલ નડાલ ચેમ્પિયન

ઇટાલિયન ઓપનમાં પ્લિસકોવા અને રાફેલ નડાલ ચેમ્પિયન
રોમ, તા.19: ઇટાલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના મહિલા વિભાગમાં ઝેક ગણરાજ્યની કેરોલિના પ્લિસકોવા ચેમ્પિયન બની છે. કલે કોર્ટ પર પોતાનો સૌથી મોટો ખિતાબ જીતતા પ્લિસકોવાએ ફાઇનલમાં બ્રિટનની યોહાન કોન્ટાને 6-3 અને 6-4થી હાર આપી હતી. જ્યારે પુરુષ વિભાગના ફાઇનલમાં નંબર વન જોકોવિચ અને નંબર ટુ રાફેલ નડાલ વચ્ચેની ટક્કરમાં નડાલે 6-0, 4-6, 6-1થી પરાજીત કર્યો હતો. બન્ને એક-બીજા સામે 54મી વખત ટકરાયા હતા. નડાલે ગ્રીસના સિટસિપાસને 6-3 અને 6-4થી હાર આપીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે જોકોવિચનો સેમિ ફાઇનલમાં આર્જેન્ટિનાના ખેલાડી ડિએગો સામે 6-3, 6-7 અને 6-3થી વિજય થયો હતો. નડાલે આ નવમી વખત ઈટાલિયન ટાઈટલ જીત્યું છે.

Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer