ચૂંટણી પૂરી પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા માટે તૈયાર રહો

નવી દિલ્હી, તા. 19 : લોકસભાની ચૂંટણી આજે પૂરી થઇ અને હવે પેટ્રોલ અને ડીઝલમાં ભાવવધારો તોળાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની કિંમતમાં છેલ્લા સપ્તાહમાં પ્રતિ બેરલ બે ડોલરનો વધારો થઇ ગયો છે અને હવે ભારતમાં પણ પેટ્રોલિયમની કિંમતમાં ઇજાફો થવાની દહેશત છે.
આજે મતદાનના દિવસે તેલ કંપનીઓએ તેલના ભાવમાં વધારો કર્યો નહોતો. આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂા. 71.03, કોલકાતામાં રૂા. 73.11, મુંબઇમાં રૂા. 76.64  અને ચેન્નાઇમાં રૂા. 73.72 છે, તો ડીઝલમાં આ કિંમત અનુક્રમે રૂા. 65.96, 67.71, 69.11 અને 69.72 છે.
ઇરાન પર અમેરિકી પ્રતિબંધો લાગુ થયા બાદ ભારતમાં ક્રૂડતેલને લઇને મુશ્કેલીઓ વધી ગઇ છે.

Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer