મધ્ય પ્રદેશમાં પાકે છે `નૂરજહાં'' કેરી : માત્ર એકના 500 રૂપિયા

ઇંદોર, તા. 19 : દેશભરમાં ઉનાળો આંકરાં પાણીએ અગન વરસાવી રહ્યો છે, ત્યારે મીઠાં મધુરાં આમ્રફળની માંગ સ્વાભાવિક રીતે વધી છે. અફઘાનિસ્તાની મૂળની `નૂરજહાં' કેરીની કિંમત જાણવા જેવી છે.
આ કેરીની કિંમત કિલોના હિસાબે નહીં, પણ નંગની રીતે કરાય છે અને માત્ર એક કેરીની કિંમત 500 રૂપિયા છે, એક કેરી એક ફૂટ જેટલી લાંબી અને 150થી 200 ગ્રામ વજનવાળી હોય છે.
`નૂરજહાં' કેરીનાં ગણ્યાં ગાંઠયાં વૃક્ષો દેશમાં માત્ર મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer