અમેરિકા-ચીન વેપારયુદ્ધથી લાભ નહીં એફડીઆઈમાં ઘટાડો

નવી દિલ્હી, તા. 19 : અમેરિકા અને ચીનના વેપારયુદ્ધનો સર્વાધિક લાભ લાખો યુવાનો અને સસ્તા શ્રમિકોના રૂપમાં ભારતીય અર્થવ્યવસ્થાને થવો જોઈતો હતો, પરંતુ હકીકતમાં તેવું થયું નથી અને છેલ્લા કેટલાક મહિનાથી ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ)માં ઘટાડો આવ્યો છે.
બ્લૂમર્ગના એક અહેવાલ અનુસાર વિદેશી રોકાણમાં ઘટાડાનું કારણ કંઈક અંશે લોકસભા ચૂંટણીનાં કારણે રોકાણકારોનું સાવચેતીભર્યું વલણ હોઈ શકે છે. સ્થાનિક વિપક્ષો અને રાજકારણપ્રેરિત સંરક્ષણવાદ પણ જવાબદાર છે.
ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં મોદી સરકારે એફડીઆઈ પર નવો કાયદો લાવતાં એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઈ-કોમર્સ કંપનીઓને ભારે ઝટકો પડયો છે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer