નાશિક પ્રેસને મળ્યો 62,000 લાખ નોટો છાપવાનો ઓર્ડર

મુંબઈ, તા. 19 : નાસિકમાં આવેલી કરન્સી નોટ પ્રેસમાં વીસ રૂપિયાની નવી નોટો છાપવાની છે અને તેની ડિઝાઈન પ્રેસને મળી ગઈ છે. આ આર્થિક વર્ષમાં વીસ રૂપિયાની અંદાજે 8000 લાખ નોટ છાપવામાં આવશે. આ આર્થિક વર્ષમાં પ્રેસને વિવિધ પ્રકારની 62,000  લાખ નોટ છાપવાનો ટાર્ગેટ છે, તેવી માહિતી સુત્રોએ આપી છે. 
દરમિયાન, નાસિક પ્રેસને દસ, પચાસ, સો, બસો, પાંચસોની નવા ડિઝાઈનની નોટો છાપવાનું કામ આપવામાં આવ્યું હતું. જે યોગ્ય રીતે પુર્ણ થઈ ગયું છે. હવે ફક્ત વીસની નોટો છાપવાની બાકી છે. પ્રેસ મજુર સંઘના મહામંત્રી જગદીશ ગોડસેએ કહ્યં હતું કે, આવનારા બે-ત્રણ દિવસમાં વીસની નોટો છાપવાનું કામ શરૂ થઈ જશે. આ વર્ષે એપ્રિલ મહિનામાં રિઝર્વ બૅન્કે વીસ રૂપિયાની નવી નોટ ચલણમાં લાવવાનું જાહેર કર્યું હતું. મહાત્મા ગાંધી શ્રેણીની આ નોટ પર રિર્ઝવ બૅન્ક અૉફ ઇન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસની સહી છે. આ નોટ લીલા જેવા પીળા રંગની છે. પ્રેસને નોટની ડિઝાઈન મળી ગઈ હોવાથી કોઈપણ ક્ષણે છાપાવાનું શરૂ થઈ શકે છે. વીસ રૂપિયાની નવી ડિઝાઈન વાળી 8000 લાખ નોટ છાપવા માટે યંત્રો અને કામદારો બધુ જ સજ્જ છે.
Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer