ભાઉદાજી લાડમ્યુઝિયમમાં ડૉક્ટરનો જીવ લેનાર લિફ્ટ 15 વર્ષથી ગેરકાયદે ચાલે છે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : ભાયખલાસ્થિત ભાઉદાજી લાડ સંગ્રહાલયમાંની લિફ્ટને ગત 28મી એપ્રિલે થયેલા અકસ્માતમાં ડૉ. હવેવાલા નામના ડેન્ટિસ્ટના મૃત્યુ પછીની તપાસમાં તે લિફ્ટ છેલ્લાં 15 વર્ષથી પરવાના વિના ચલાવવામાં આવતી હોવાનું માલૂમ પડયું છે.
આ અકસ્માત પછી વિદ્યુત નિરીક્ષક (ઉદ્વાહન) ત્યાં નિરીક્ષણ માટે ગયા હતા. તેમને તપાસમાં માલૂમ પડયું હતું કે લિફ્ટની કોઈ પણ નોંધ ચેમ્બુરસ્થિત વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં નથી. આ સંગ્રહાલયમાં લિફ્ટ વાપરવાની પરવાનગી વિદ્યુત નિરીક્ષકની કચેરી દ્વારા આપવામાં આવી નહોતી. વ્યક્તિઓને લાવવા કે લઈ જવા માટે વાપરવામાં આવતી પ્રત્યેક લિફ્ટ માટે આ કચેરી પાસેથી પરવાનો લેવો આવશ્યક છે.
ડૉ. હવેવાલાને 28મી એપ્રિલે અકસ્માત નડયો હતો અને બાદમાં સારવાર દરમિયાન નવમી મેના દિવસે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ લિફ્ટ વર્ષ 2004માં બેસાડવામાં આવી હતી. આ લિફ્ટ વિકલાંગો માટે કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિકો વિનંતી કરે તો તેમને તેનો ઉપયોગ કરવા દેવામાં આવતો હતો. સંગ્રહાલયના પહેલે માળે આવેલી લાઇબ્રેરીમાં આ લિફ્ટનો દરવાજો ખૂલે છે.
સૂત્રોએ માહિતી આપી હતી કે લિફ્ટ ચલાવવા વ્યક્તિની નિમણૂક કરવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું હતું. જોકે તેના પ્રત્યે દુર્લક્ષ કરવામાં આવ્યું હતું. જોકે અકસ્માત પછી એકમેક ઉપર દોષારોપણ કરવામાં આવી રહ્યું છે.
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer