મેનકા ગાંધીએ કચ્છના ખારાઈ ઊંટને બચાવવા

ગુજરાત સરકાર પાસે માંગી ખાસ મંજૂરી 

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.19: ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધે અમદાવાદમાં છત્રાલ નજીક પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યુ હતું. આ પ્રસંગે તેમણે ગુજરાત સરકાર પાસે કચ્છના એક ખાસ પ્રકારના ઊંટને પાણીમાં તરતા મુકવાની મંજુરી માંગી હતી. આ ઉપરાંત જામનગરમાં મોરની સેન્ચુરી બનાવવાની પણ માંગણી કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ ગુજરાત સરકાર પાસે કરી હતી. 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ત્રણ જાતના ઊંટ છે, જેમાં એક પ્રકારના ઊંટ પાણીમાં તરી શકે છે પણ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આ ઊંટને પાણીમાં તરવાની મંજુરી અપાઇ  નથી. આથી આ પ્રકારની જાતિ નામશેષ થઇ રહી હોવાનો દાવો કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધીએ કર્યો છે. આવા ઊંટ માત્ર 3500 બચ્યા હોવાથી તેને બચાવવાની માંગણી તેમણે રાજ્યસરકાર સમક્ષ કરી અને પાણીમાં તરતા ઊંટને પાણીમાં તરવા દેવાની મંજુર આપવાની માંગણી કરી હતી.    
ગુજરાતમાં આવા પાણીમાં તરી શકે તેવા ઊંટને ખારાઇ ઊંટ કહે છે. જેઓ 3 કિલોમીટર સુધી તરી શકે છે અને પાણીમાં ઉહતી વનસ્પતિને ખાઇને જીવે છે. તેને ઇસ્માઇલ જાટ સમુદાયના લોકો પાળે છે.  ઉપરાંત રબારી લોકો પણ તેનું પાલન કરતા હોય છે. દરિયાઇ વનસ્પતિ મેન્ગ્રોવ્સમાં ઘટાડો થવાથી આ ઊંટ પણ વિલુપ્તથઇ રહ્યા છે. 
મહેસાણા હાઇવે પર છત્રાલ નજીક પિપલ્સ ફોર એનિમલ્સ હોસ્પિટલનું કેન્દ્રિય પ્રધાન અને ચેરપર્સન મેનકા ગાંધી દ્વારા ભૂમિપૂજન કરાયું હતું. મુંબઇના ટાટા ગ્રુપ સાથે પાર્ટનરશિપમાં આ એનિમલ હોસ્પિટલ બનાવવામાં આવશે. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા.
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer