ટાઈમમાં આતિશ તાસીરના લેખ અંગે મોદીની પ્રતિક્રિયા

નવી દિલ્હી તા. 19 :  `ટાઈમ' સામયિકમાં તાજેતરમાં છપાયેલા આતિશ તાસીર નામક પત્રકારના લેખના શીર્ષકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને `ઈન્ડિયાઝ ડિવાઈડર ઈન ચીફ' ગણાવાયા છે અને તે અનુસંધાને પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ છે કે ટાઈમ એક વિદેશી સામયિક છે અને લેખ પોતે પાકિસ્તાનના એક રાજકીય પરિવારમાંથી આવતા હોવાનું જણાવ્યુ છે, તે જ તેમની વિશ્વસનીયતા જાણવાને પૂરતું છે.
આતિશે તેમના એ લેખમાં ભારતને અગાઉના કોઈપણ સમયના પ્રમાણમાં આજે વધુ વિભાજિત થયેલું ગણાવ્યુ છે. તે માટે તેમણે મોબ લિન્ચિંગ, યોગી આદિત્યનાથને યુપીના મુખ્યમંત્રી બનાવાયા, માલેગાંવ ધડાકા કેસના આરોપી પ્રજ્ઞા સિંહને લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનાવાયા-વ. ઉદાહરણ આપ્યા છે. નરેન્દ્ર મોદી પર ભારતમાં સાંપ્રદાયિકતાને વેગ આપવાનો ય આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસની આલોચના કરતા આતિશે લખ્યું છે કે વંશવાદી રાજનીતિ સિવાય કોંગ્રેસ પાસે લોકોને આપવા ખાસ કશું નહી. રાહુલ ગાંધીને તેમણે કયારેય કશું ન શીખવા માગનાર સાધારણ વ્યકિત ગણાવ્યા છે.
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer