ચૂંટણી પંચે મોદી સરકારની બીકે આત્મસમર્પણ કર્યું રાહુલ

નવી  દિલ્હી, તા. 19 :  લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થવાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર સાથે ચૂંટણી પંચ ઉપર પ્રહાર કર્યો હતો. રાહુલે મોદી અને ભાજપ સરકાર ઉપર ચૂંટણી આયોગને ડરાવીને કામ કરાવવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, ઈલેક્ટોરલ બોન્ડ, ઈવીએમથી લઈને ચૂંટણી કાર્યક્રમ સાથે છેડછાડ, નમો ટીવી, મોદી કી સેના નિવેદન વગેરેમાં ચૂંટણી આયોગનું મોદી સામે આત્મસમર્પણ તમામ ભારતીયોએ જોયું છે. ચૂંટણી પંચનું કામ માત્ર ડરવું અને આદર કરવો છે બીજું કંઈ નથી.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer