અંતિમ તબક્કામાં 64 ટકાથી વધુ મતદાન

સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 73.05 ટકા
 
નવી દિલ્હી, તા. 19 : નવી કેન્દ્ર સરકારની રચના માટેના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન આજે પૂર્ણ થતાંની સાથે જ રાજકીય પક્ષોનું ધ્યાન હવે 23મી તારીખે થનારી મતગણતરી પર કેન્દ્રિત થયું છે. આજે પણ પશ્ચિમ બંગાળમાં હિંસા તથા અન્યત્ર વિસ્તારોમાં છુટક-છુટક હિંસાના અહેવાલો વચ્ચે આ તબક્કામાં સરેરાશ 64 ટકાથી વધુ મતદાન થયું છે. આરંભિક આંકડા મુજબ આઠ રાજ્યની 59 બેઠકો પર થયેલા મતદાનમાં સૌથી વધુ ઝારખંડમાં 64.81 ટકા અને સૌથી ઓછું બિહારમાં 49.92 ટકા રહ્યું હતું. ચૂંટણીપંચે આ સાથે જ 542 બેઠક પર મતદાનપ્રક્રિયા સંપન્ન થયાની સત્તાવાર જાહેરાત કરી હતી. એક બેઠક તામિલનાડુના વેલ્લોરમાં ચૂંટણી રદ કરવામાં આવી હતી. આજની મતદાનપ્રક્રિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાત કેન્દ્રીય મંત્રીઓ સહિત 918 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે.
આજે હિમાચલપ્રદેશની 4, યુપીની 13, બિહારની 8, પંજાબની 13, ચંદીગઢની 1, મધ્યપ્રદેશની 8, ઝારખંડની 3 અને પશ્ચિમ બંગાળની 9 સીટ માટે મતદાન થયું હતું.
ચૂંટણીપંચ પાસેથી સાંપડતા આરંભિક આંક અનુસાર દેશભરમાં 64 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. ચૂંટણીપંચે કહ્યું કે, આજના મતદાનમાં આશરે 10 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer