પ્રજ્ઞા ઠાકુરને પક્ષમાંથી બહાર કરવા ભાજપ વિચાર કરે નીતિશની સલાહ

પ્રજ્ઞા ઠાકુરને પક્ષમાંથી બહાર કરવા ભાજપ વિચાર કરે નીતિશની સલાહ
પટણામાં મત આપ્યા બાદ મતદાનના તબક્કા વચ્ચે લાંબા સમય ઉપર પણ સવાલ ઉઠાવ્યો

નવી દિલ્હી, તા. 19 : ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે નથુરામ ગોડસેને દેશપ્રેમી ગણાવ્યા બાદ વિવાદ હજી સુધી શમ્યો નથી. આ મામલે વિપક્ષ દ્વારા ઘેરવામાં આવેલા ભાજપને હવે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ સલાહ આપી છે. ભાજપ સાથે ગઠબંધનમાં સામેલ નીતિશ કુમારના કહેવા પ્રમાણે વિવાદાસ્પદ નિવેદનને ધ્યાને લઈને ભાજપે સાધ્વી પ્રજ્ઞાને પક્ષથી હાંકી કાઢવા ઉપર વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત નીતિશ કુમારે ચૂંટણીના આયોજનને લઈને કહ્યું હતું કે, બે તબક્કા વચ્ચે લાંબો સમય ન હોવો જોઈએ.
પટણામ મતદાન કર્યા બાદ નીતિશ કુમારે કહ્યું હતું કે, ગાંધીજીને લઈને વાંધાજનક નિવેદનોને સ્વિકારી શકાય નહી. આ ભાજપનો આંતરિક મામલો છે. પરંતુ નથુરામને દેશપ્રેમી ગણાવવા મામલે પ્રજ્ઞાને પક્ષથી બહાર કરવાનો વિચાર કરવો જોઈએ. આ દરમિયાન નીતિશ કુમારે લોકસભા ચૂંટણીમાં મતદાનના લાંબા સમયગાળાને લઈને પણ સવાલ ઉઠાવ્યો હતો અને 45-50 દિવસ સુધી ચૂંટણી ચાલે તે યોગ્ય ન હોવાનું કહ્યું હતું. નીતિશ કુમારે કહ્યું હતું કે, વર્તમાન સમયમાં શાંતિનો દોર ચાલી રહ્યો છે. તેઓના આવ્યાના 15 વર્ષ પહેલા અશાંતિનો દોર હતો. તેવામાં હવે મતદાનના તબક્કા વચ્ચે લાંબો સમય ન રાખવો જોઈએ. 
Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer