આઝાદ ભારતના પ્રથમ મતદારે 17મી વખત કર્યું મતદાન

આઝાદ ભારતના પ્રથમ મતદારે 17મી વખત કર્યું મતદાન
કિન્નોર, તા. 19 : લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણમાં રવિવારે આઝાદ ભારતના પ્રથમ મતદારે 17મી વાર મતદાન કર્યું હતું. શ્યામ શરણ નેગીએ 1951માં પહેલી વાર મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર નેગી હિમાચલ પ્રદેશના એ 1011 મતદારોમાંના એક છે, જેમની ઉંમર 100 વરસ કે તેથી વધુ છે. પહેલીવાર મત આપ્યો ત્યારે 33 વરસની ઉંમર હતી. ત્યારથી આજ સુધી એક પણ વખત નેગી મત આપવાનું ચૂકયા નથી. વડીલ વયનાં કારણે બીમાર નેગીને સહારો આપીને ઇવીએમ સુધી લઇ જવાયા હતા.

Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer