ભાટિયા બાગમાં ટ્રામ મૂકવાને લઈ વિવાદ

મુંબઈ, તા. 20 : સીએસએમટી નજીક આવેલા ભાટિયા બાગમાં ટ્રામ મૂકવાને લઈ વિવાદ ઊભો થયો છે. ભાટિયા બાગનું ક્ષેત્રફળ નાનું છે અને ત્યાં ટ્રામ મૂકવાથી ત્યાં હરવાફરવા આવતા લોકોમાં ટ્રામ જોવા માટે ધસારો કરનારા લોકો વધતા બાગમાં વ્યવસ્થા ફેલાવવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ મુદ્દા પર સ્થાનિક નગરસેવિકા સુજાતા સાનપે અધિકારીઓ સાથે વાતચીત કરી સમસ્યા હલ કરવાની વાત કરી છે.
સીએસએમટી અને આસપાસના લોકો માટે ભાટિયા બાગ એકમાત્ર ગાર્ડન છે. ટ્રામ ત્યાં મૂક્યા પછી પર્યટકોની સંખ્યામાં ભારે વધારો થવો અપેક્ષિત છે. આમ હરવાફરવા આવનારા અને પર્યટકોની સંખ્યાને લઈ ત્યાં પગ મૂકવાની જગ્યા નહીં રહે એવો ભય કેટલાક સ્થાનિક રહેવાસીઓએ વ્યક્ત કર્યો છે. આમ ટ્રામ મુકાય તે પહેલાં તેના માટેનો વિવાદ શરૂ થઈ ગયો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રામ ગૅટ વે અૉફ ઇન્ડિયા કે કોઈ અન્ય પર્યટન સ્થળ પર મૂકી શકાય છે, જ્યાં લોકો ફરવા આવે છે. ગાર્ડનમાં બાળકો, વયસ્ક અને બુઝુર્ગો જાગિંગ, રમવા અને ફરવા આવે છે.
પાલિકાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ટ્રામને સ્થાપિત કરવાના સ્થળને લઈ અમે વિચાર કરી રહ્યા છીએ. હેરિટેજ કમિટી આના પર અંતિમ  નિર્ણય લેશે.

Published on: Mon, 20 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer