સેબીએ ચૂંટણી પરિણામ પહેલાં સર્વેલન્સ વધાર્યું

નવી દિલ્હી, તા. 20 : મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબી અને શૅરબજારોએ ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં રાખીને આ સપ્તાહે બજાર ભાવ સાથે ચેડાંને ડામવા માટે તેની સર્વેલન્સ સિસ્ટમ વધારી દીધી છે. ઍક્ઝિટ પોલના રિઝલ્ટની જાહેરાત પછી આજના ટ્રેડિંગના પ્રથમ સત્રમાં વધારાની સર્વેલન્સ મોનિટરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ચૂંટણીના રિઝલ્ટની જાહેરાતના દિવસે (ગુરુવારે) તેમાં વધુ વધારો  કરવામાં આવશે.
ચૂંટણીના પરિણામથી બજારમાં ભારે વધઘટ થશે અને મોનિટરિંગમાં વધારાથી બજારમાં અતિશય વોલેટિલિટી અને શૅરના ભાવમાં ચેડાંને ડામી શકાશે. બજાર પર 23 મે સુધી ચાંપતી નજર રખાશે, જેમાં સિંગાપોર એક્સચેન્જમાં નિફ્ટી ફ્યુચર્સ ઍન્ડ ઓપ્શનની હિલચાલ પર ચાંપતી દેખરેખ રખાશે. ભારતનું શૅરબજાર ખૂલે તે પહેલા સિંગાપોર એકસ્ચેન્જમાં નિફ્ટીમાં ટ્રેડિંગ ચાલુ થાય છે અને તેની ભારતીય બજાર પર અસર કરે છે. અત્રે યાદ રાખવાનું કે સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં 128.25 પોઈન્ટ્સ અથવા 1.13 ટકાનો વધારો  થયો હતો.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer