બ્રાઝિલના બારમાં ફાયારિંગ : છ મહિલાનાં મોત

બ્રેસેલિયા, તા. 20 : ઉત્તર બ્રાઝીલના બેલમમાં 11 લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતકોમાં છ મહિલાઓ પણ સામેલ છે. પોલીસે કહ્યું કે ઓછામાં ઓછા સાત બુકાનીધારી હુમલાખોરોએ રવિવાર બપોરે બેલમના ગુઆમામાં આવેલા એક બારમાં ફાયારિંગ કર્યું હતું. સ્થાનિક મીડિયા અનુસાર, આ હુમલામાં બારના માલિક સહિત પાંચ મહિલાઓ અને છ પુરુષ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. હુમલામાં એક અન્ય વ્યક્તિ ઘાયલ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનેક ગ્રાહકોએ બારની પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો છે. જોકે, હજુ સુધી ફાયારિંગ પાછળના કારણો વિશે જાણી નથી શકાયું, પરંતુ અંધાધૂંધ ફાયારિંગ કર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer