મુંબાદેવીને ફળોના રાજાનો ચઢાવો

મુંબઈ, તા. 20 : પૂર્ણિમાના અવસરે મુંબઈના ઇષ્ટ દેવી મુંબાદેવી મંદિરમાં ફળોના રાજા કેરીના વિભિન્ન પ્રજાતિઓના ચઢાવો ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના ગર્ભગૃહને ફૂલોની જેમ કેરીથી સજાવવામાં આવ્યું હતું. તેને જોવા માટે મુંબઈ અને પરાંના શ્રદ્ધાળુઓએ લાંબી કતારો  લગાવી હતી.
આ દરમિયાન મંદિરમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાન પણ કરવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે પ્રથમ વેળા જ મંદિરના ગર્ભગૃહને કેરીઓ અને તેના પાંદડાઓથી સજાવવામાં આવ્યો હતો. દેવીની મૂર્તિને પણ કેરીનો હાર અર્પણ કરવામાં  આવ્યો હતો.
મુંબાદેવી મંદિર ટ્રસ્ટના મેનેજર હેમંત જાધવના જણાવ્યા પ્રમાણે દર વર્ષે પૂર્ણિમાના અવસરે મંદિરમાં વિશેષ અનુષ્ઠાન કરવામાં આવે છે. હવે દર વર્ષે વૈશાખ પૂર્ણિમા પર મંદિરમાં કેરી મહોત્સવ મનાવવામાં આવશે.
આ વેળા મંદિરમાં આમ મહોત્સવના પાંચ પંડિતોના માર્ગદર્શનમાં નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer