એનડીએના ઘટક પક્ષોને અમિત શાહ 23મીએ મળશે

એનડીએના ઘટક પક્ષોને અમિત શાહ 23મીએ મળશે
મુંબઈ, તા. 20 : ઍક્ઝિટ પોલના પરિણામો એનડીએની તરફેણમાં આવ્યા પછી હવે ભાજપના અધ્યક્ષ અમિત શાહ એનડીએના ઘટક પક્ષોની 23મી મેના રોજ બેઠક લેશે અને સરકાર બનાવવા અંગે ચર્ચા વિચારણા કરશે, એમ જાણવા મળે છે.
જ્યારે સોનિયા ગાંધી મહાગઠબંધનમાં સામેલ પક્ષોને 24મી મેના રોજ મળશે એમ જાણવા મળે છે. દરમિયાન યુપીએને એક આંચકો માયાવતી વતી મળ્યો છે. માયાવતીએ જાહેર કર્યું છે કે તેઓ સોનિયા ગાંધીને મળવા દિલ્હી જવાના નથી.
આ અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે પરિણામ પહેલાં માયાવતી નવી દિલ્હીમાં જઈ સોનિયા ગાંધીને મળી સરકાર વિશે ચર્ચાવિચારણા કરશે.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer