આઠ વર્ષમાં બીજી વાર રહ્યું 36 ડિગ્રી તાપમાન

આઠ વર્ષમાં બીજી વાર રહ્યું 36 ડિગ્રી તાપમાન
આવનારા દિવસોમાં ગરમી વધશે

મુંબઈ, તા. 20 : મહાનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી અધિકતમ તાપમાન 32-33 સેલ્સિયસ રહ્યું છે. હવે ફરીથી તેમાં વધારો થવા લાગ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વધારો આગળ પણ ચાલુ રહેશે. રવિવારે મુંબઈ શહેરનું અધિકતમ તાપમાન 34.3 રહ્યું, જ્યારે પરામાં 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ દરમિયાન શહેરમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યો. આઠ વર્ષમાં આ બીજી વાર બન્યું છે, જ્યારે મે મહિનામાં તાપમાન 36 ડિગ્રી પહોંચ્યું છે. આ પહેલા 31 મે, 2016ના રોજ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયું હતું.

સમુદ્રથી નજીક હોવાના કારણે મુંબઈગરાઓને આસપાસ વિસ્તારોની સરખામણીમાં વધુ ગરમીનો સામનો કરવો પડે છે. મુંબઈ કોસ્ટલ એરિયા હોવાના કારણે અહીં ભેજ પણ વધુ રહેતો હોય છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં તાપમાનમાં વધારો થઈ તે મુંબઈગરા માટે વધુ એક પરેશાનીનું કારણ બની શકે છે.

રવિવારે રાજ્યના સાંગલી અને નાંદેડમાં પણ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer