પેપર સ્લીપની ગણતરી છેલ્લે થશે

પેપર સ્લીપની ગણતરી છેલ્લે થશે
નવી દિલ્હી, તા. 20 : ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણીની 23 મેના થનારી મતગણતરી વેળા પ્રથમ ગણતરી પોસ્ટલ મતપત્રોની થશે અને સૌથી છેલ્લે પ્રત્યેક લોકસભાના ચૂંટણી ક્ષેત્રમાં વિધાનસભાના સેગમેન્ટ દીઠ પાંચ વીવીપેટ્સની કાગળની સ્લિપ્સની ગણતરી કરાશે.
નાયબ ચૂંટણી કમિશનર સંદીપ જૈનના કહેવા મુજબ ગતગણતરીના પ્રથમ ટ્રેન્ડની જાણકારી ઇલેક્ટ્રોનિકલી સ્પીડ પોસ્ટથી પરત મોકલાયેલા પોસ્ટલ એલોટ્સ પરથી મળશે.
ત્યાર પછી ગણતરીમાં ઈવીએમનો તબક્કો હાથ ધરાશે, પણ ઈવીએમ અંકુશિત યુનિટ દ્વારા પરિણામ ફરીથી પ્રાપ્ત થઈ નહીં શકે, કારણ કે ઈવીએમ મતપત્ર યુનિટ સાથે વીવીપેટ જોડેલી હોય છે. આથી ગણતરી માટે તે અલગથી બાજુમાં રાખેલું હોય છે.
એક વાર ઈવીએમનો તબક્કો પૂરો થાય પછી વીવીપેટ્સની ગણતરી હાથ પર લેવાશે. પ્રથમ તો ઈવીએમના કંટ્રોલ યુનિટ્સથી વીવીપેટ કેટલું પાછળ છે તેની જાણકારી નહીં રહેતાં પરિણામો ઉપલબ્ધ નહીં રહે.

Published on: Mon, 20 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer