બૅન્ક ઓફ બરોડા 800થી 900 બ્રાન્ચ ઘટાડશે

બૅન્ક ઓફ બરોડા 800થી 900 બ્રાન્ચ ઘટાડશે
નવી દિલ્હી, તા.20 : બૅન્ક ઓફ બરોડા (બીઓબી) તેમની 800થી 900 બ્રાન્ચને ઘટાડવાનો વિકલ્પ વિચારી રહી છે, જેથી વિજયા બૅન્ક અને દેના બૅન્ક સાથેના મર્જર પછી કામકાજ વ્યવસ્થિત રીતે ચાલે. આ ત્રણ બૅન્કોનું મર્જર એક એપ્રિલથી અમલી બન્યું છે.
બૅન્કના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એક જ સ્થળે દેના બૅન્ક અને વિજયા બૅન્કની બ્રાન્ચ હોઇ તેનો કોઈ અર્થ સરતો નથી. એવાં ઘણાં સ્થળો છે જ્યાં ત્રણેય બૅન્કોની બ્રાન્ચ હોય. તેથી આ બ્રાન્ચને બંધ કરવી જોઈએ અથવા તેને વ્યવહારુ  બનાવવી જોઈએ. સમીક્ષા બાદ 800થી 900 બ્રાન્ચને બંધ કરવાની જરૂર જણાઈ છે. ઉપરાંત મર્જ થયેલી બૅન્કોની રિજનલ અને ઝોનલ ઓફિસ બંધ કરવાની સંમતિ થઈ છે કારણ કે હવે તેની જરૂર નથી. 
અધિકારીનું કહેવું છે કે, બૅન્કે દેશના પૂર્વ ભાગમાં વિસ્તરણ કરવાની જરૂર છે, કેમ કે દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં પહેલાથી જ સારી પકડ ધરાવે છે.
સૂચિત ત્રણ બૅન્કોનાં મર્જરથી બૅન્ક ઓફ બરોડા સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા પછી દેશની બીજા ક્રમની સૌથી મોટી સરકાર હસ્તક બૅન્ક બની છે અને વિલીનીકરણ બાદ તેમની કુલ 9500 બ્રાન્ચ, 13,400 એટીએમ, 85,000 કર્મચારીઓ અને 1.20 કરોડ ગ્રાહકો થયા છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer