બે નવા સ્ટાર કિડસની ફિલ્મ મલાલ

બે નવા સ્ટાર કિડસની ફિલ્મ મલાલ
સંજય લીલા ભણશાલીના પ્રોડકશન હાઉસની નવી ફિલ્મ મલાલનું ટ્રેલર બહાર પડી ચૂકયું છે. આ ફિલ્મ એક લવસ્ટોરી છે. જેને મંગેશ હડાવલએ ડિરેકટ કરી છે. મલાલથી બોલિવૂડમાં વધુ બે સ્ટાર કિડ ડેબ્યૂ કરશે. આ બે સ્ટાર છે શરમિન સહગલ અને જાવેદ જાફરીનો પુત્ર મિઝાન. શરમિન સહગલ સંજય લીલી ભણશાલીની ભાણેજ છે. મલાલ ફિલ્મના ટ્રેલરમાં મુંબઇની ચાલ અને મરાઠી માહોલ જોવા મળે છે. રોનિત રોય વિલનના રોલમાં છે. સંજય લીલા આ પહેલા સ્ટાર કીડસ રણબીર કપૂર અને સોનમ કપૂરને સાંવરિયા ફિલ્મથી બોલિવૂડમાં લોન્ચ કરી ચૂકયા છે. મલાલનું સંગીત ખુદ સંજય લીલાએ તૈયાર કર્યું છે.

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer