`લાયન'' ફેમ સની પવારને એક અઠવાડિયામાં મળ્યા બે આંતરરાષ્ટ્રીય એવૉર્ડ

`લાયન'' ફેમ સની પવારને એક અઠવાડિયામાં મળ્યા બે આંતરરાષ્ટ્રીય એવૉર્ડ
મુંબઈ : ભારતીય-અમેરિકન આર્ટ્સ કાઉન્સિલના 19મા ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સૌથી વધુ હિન્દી અને ભારતીય પ્રાદેશિક ભાષાઓની ફિલ્મો દર્શાવવામાં આવી હતી.
`લાયન'માં સની પવારનું એએસીટીએ એવૉર્ડ્સ દ્વારા `બેસ્ટ યંગ પર્ફોર્મર' કેટેગરી, `બેસ્ટ એક્ટર', એશિયા પેસિફિક ક્રીન એવૉર્ડ્સ ખાતે `સ્પેશિયલ મેન્શન ગ્રાન્ડ જ્યુરી' અને `યંગ આર્ટિસ્ટ એવૉર્ડ' એમ ક્રિટિક ચોઈસ એવૉર્ડમાં પણ નામાંકન મળ્યું હતું. 2018માં મામીમાં `િચપ્પા'ના પ્રીમિયર બાદ વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ક્રીનિંગ થયું છે. તો પાંચમા ડીએફડબ્લ્યુ સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં સનીને `બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટ'નો એવૉર્ડ મળ્યો છે. આમ એક જ અઠવાડિયામાં બે એવૉર્ડથી સનીને નવાજવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ચંદન રૉય સન્યાલ, મસૂદ અખ્તર, સુમિત ઠાકુર અને માલા મુખરજી મહત્ત્વની ભૂમિકા બજાવે છે અને તેનું અલ્ટ્રા મીડિયા ટ્રાવેલિંગ લાઈટ અને વિક્ટરી મીડિયા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer