સુરત ઍરપોર્ટ પર દુબઇથી સોનું લાવતા યુવકને કસ્ટમ વિભાગે ઝડપી પાડયો

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત. તા. 20 : ઍરપોર્ટ પર દુબઇથી સોનુ લાવતા એક યુવકને કસ્ટમ વિભાગે ઝડપી પાડયો હતો. શરીરના પ્રાઇવેટ પાર્ટમાં સોનુ છુપાવી લાવતા યુવક ઝડપાઇ ગયો હતો. કસ્ટમ વિભાગ દ્વારા યુવકની ધરપકડ કરી મેડિકલ તપાસ અર્થે નવી સિવિલ હૉસ્પિટલમાં  લઇ જવાયો હતો. સિવિલ હૉસ્પિટલમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. 
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ શારજાહની સીધી ફલાઇટ શરૂ કરવામાં આવી હતી. જેનો લોકો ભરપૂર લાભ ઊઠાવી રહ્યા છે. ત્યારે દાણચોરીના  બનાવો વધી રહ્યા છે.  થોડા દિવસ પહેલાં સુરત ઍરપોર્ટથી  શર્ટ, પેન્ટના ખીસ્સા, અંડરવેરમાં વિદેશી  ચલણ  છુપાવી સ્મગલિંગ કરતા બે યુવકો  ઝડપાઇ ગયા હતા. આજે દુબઇથી સોનું લાવતા કસ્ટમ વિભાગના હાથે એક યુવક ઝડપાઇ ગયો હતો. 
સોનાની દાણચોરીનો સુરતનો આ પહેલો કેસ નોંધાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેર સૈયદપુરા વિસ્તારનો રહેવાસી ઇમ્તાયાઝ ઝાકીર મેમણ (ઉ. 22) શારજાહની ફલાઇટમાંથી સુરત ઍરપોર્ટ પર ઉતર્યો હતો. આ દરમિયાન કસ્ટમ વિભાગે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવકના પ્રાઇવેટ પાર્ટના ભાગે બે પોટલીમાં સોનું છુપાવ્યું હોવાનું સામે આવ્યું હતું. 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer