તજાકિસ્તાનની જેલમાં અથડામણ : આઈએસના 24 આતંકવાદી સહિત 32નાં મોત

દુશાંબે, તા. 20 : તજાકિસ્તાનની એક જેલમાં સુરક્ષા ગાર્ડ અને કેદ કરેલા આઈએસના આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 32ના મૃત્યુ થયા હતા. મૃતકોમાં આઈએસના 24 સભ્ય અને 3 ગાર્ડનો સમાવેશ થાય છે. તજાકિસ્તાનના ન્યાય મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે, દુશાંબે પાસે આવેલી જેલમાં રવિવારે સાંજે મારામારી શરૂ થઈ હતી જેમાં આઈએસના કેદીઓએ પાંચ અન્ય કેદી અને ત્રણ ગાર્ડની હત્યા કરી હતી. આઈએસના આતંકવાદીઓએ ચાકૂ અને અન્ય ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં 24 આઈએસ આતંકીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા. જ્યારે અમુક અન્ય કેદીઓને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer