ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું સૌ પ્રથમ ક્રીનિંગ આજે અમદાવાદમાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ/અમદાવાદ, તા. 20 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી પીએમ નરેન્દ્ર મોદીનું સૌપ્રથમ ક્રીનિંગ મંગળવારે (આજે) અમદાવાદમાં યોજાશે. આ અવસરે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત ફિલ્મના મુખ્ય અભિનેતા વિવેક ઓબરોય પણ હાજર રહેશે. મહત્ત્વનું છે કે, સૌપ્રથમ વખત કોઇ બોલીવૂડ ફિલ્મનું સ્ક્રીનિંગ ગુજરાતમાં યોજવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વડા પ્રધાન મોદી ગુજરાતના વતની હોવાને કારણે ફિલ્મ પ્રોડયુસર અને ટીમે આ ફિલ્મનું ક્રીનિંગ ગુજરાતમાં રાખવાનું નક્કી કર્યું છે. આ અવસરે મુખ્ય પ્રધાન રૂપાણી સહિત ભાજપના હોદ્દેદારો હાજર રહેશે. 
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ 24મી મેના રોજ રીલિઝ થવાની છે. અગાઉ લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડા પ્રધાન મોદીના જીવન પરની ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીને લઇને કૉંગ્રેસ સહિતના કેટલાક પક્ષોઁ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી, જેને પગલે આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણી પંચે ફિલ્મ બનાવનારા નિર્માતાને આ અંગે જવાબ રજૂ કરવા આદેશ આપી નોટિસ પાઠવી હતી. ચૂંટણી પંચની નોટિસ બાદ ફિલ્મની રિલીઝની તારીખમાં ફેરફાર કરી લોકસભા ચૂંટણીનાં પરિણામના બીજા દિવસે એટલે કે 24મી મેના રોજ રિલીઝ કરવામાં આવી રહી છે.
 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer