દેવર્ષિ નારદ જ્યંતિ નિમિત્તે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા યોજાયો પત્રકાર સન્માન કાર્યક્રમ

દેવર્ષિ નારદ જ્યંતિ નિમિત્તે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા યોજાયો પત્રકાર સન્માન કાર્યક્રમ
પત્રકારો ઇતિહાસ નથી લખતા પણ ઇતિહાસ પત્રકારો વગર લખાતો પણ નથી : ભાગ્યેશ જહા
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.20: વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા દેવર્ષિ નારદ જ્યંતિ નિમિત્તે પત્રકાર સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રિન્ટ મિડીયામાં જયવંત પંડયા, ડીજીટલ મિડીયામાં વિવેકકુમાર ભટ્ટ, વેબ મિડીયામાં મનોજભાઇ મહેતા, રેડિયો મિડીયામાં મૌલિન મુનશીને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા આ ઉપરાંત સુદર્શન ઉપાધ્યાય અને હર્ષદભાઇ યાજ્ઞિકને  વિશેષ સન્માન આપી સન્માનિત કરાયા હતા. 
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે  ઉપસ્થિત રહેલા સાહિત્યકાર અને પૂર્વ માહિતી કમિશનર ભાગ્યેશભાઇ જહાએ જણાવ્યુ ંહતું કે, નારદનું કાર્ય સકારાત્મક વાતોને બહાર લાવવાનું હતું. આ કાર્ય કોઇપણ જાતના ભેદભાવ રાખ્યા વગર કરવાવાળો જ નારદનો અનુયાયી થઇ શકે છે. વિશ્વ સંવાદ કેન્દ્ર જે છ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું છે તેમનું ચયન બહુ જ બુદ્ધિમત્તાપૂર્વક કર્યુ છે. પત્રકારત્વમાં આજની જે આવશ્યકતા છે તેનો સમાવેશ આ છ મહાનુભાવોમાં થઇ જાય છે.
ભાગ્યેશભાઇએ કહ્યું કે, પત્રકારોને ત્રણ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. પત્રકારની રોજ પરીક્ષા થતી હોય છે અને રોજ જ એનું પરિણામ પણ હોય છે. બીજું કે, આ યુગ અલ્પજીવી સમાચારોનો છે માટે તેની આવશ્યકતા પણ પડશે. તેમણે કહ્યું કે, મને એવું લાગે છે કે પત્રકાર સમાજને દિશા આપવાવાળા હોય છે. પત્રકારો ઇતિહાસ નથી લખતા પણ ઇતિહાસ પત્રકારો વગર લખાતો પણ નથી. પત્રકારને હંમેશા જાગૃત  રહેવું જોઇએ, પત્રકાર જેટલો સતર્ક રહેશે એટલો જ સમાજ સતર્ક રહેવાનો અને સમાજ સતર્ક રહેશે તો સરકારો પણ બરાબર ચાલશે. તેમણે કહ્યું કે, ભવિષ્યના પત્રકારત્વ વિષય પર હાવર્ડ યુનિ.માં એક સંશોધન થયું. જેના આધારે 
 |જ્ઞમિતળશાવિં નામક એપ તૈયાર કરવામાં આવી. આ એપના માધ્યમથી ધરતીકંપ જેવા સમાચાર આપણે રોબોટને આપીએ તો તે 3000 શબ્દોનો રીપોર્ટ તૈયાર કરી આપશે. 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer