ઐશ્વર્યા રાય વિશે અણછાજતી ટ્વીટ કરનાર વિવેક અૉબેરોય પર પડી પસ્તાળ, મહિલા પંચે નોટીસ મોકલાવી

ઐશ્વર્યા રાય વિશે અણછાજતી ટ્વીટ કરનાર વિવેક અૉબેરોય પર પડી પસ્તાળ, મહિલા પંચે નોટીસ મોકલાવી
મુંબઈ, તા. 20 : ગુરુવારે 23મેએ લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલાં રવિવારે એક્ઝિટ પોલ જાહેર થાય બાદ સોશ્યલ મીડિયા પર અનેક હાસ્યાસ્પદ ટીખળ શરૂ થઈ  છે. બૉલીવૂડ અભિનેતા અને ભાજપ સાથે સંકળાયેલા વિવેક અૉબરોયે ટ્વીટર પર ઐશ્વર્યા રાયના ફોટાવાળી એક ટીખલ શેર કરી હતી. આ ટ્વીટ મહિલાનો અનાદર કરતી હોવાથી રાજ્ય મહિલા પંચ વિવેક અૉબેરોયને નોટીસ મોકલાવી છે.
વિવેક અૉબરોયે કરેલા ટ્વીટમાં સલમાન ખાન, ઐશ્વર્યા રાય અને વિવેકની લવ સ્ટોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉદાહરણ આપવામાં આવ્યું છે કે, સલમાન અને ઐશ્વર્યાની લવસ્ટોરી એક્ઝિટ પોલ જેવી છે. તો વિવેક અને ઐશ્વર્યાની લવસ્ટોરી અૉપિનિયન પોલ જેવી છે, પરંતુ ઐશ્વર્યાના લગ્ન વિવેક કે સલમાન બન્નેમાંથી કોઈ સાથે થયા નહોતા અને અભિષેક સાથે જીવન સંસાર માંડયો હતો. એટલે ઐશ્વર્યા અને અભીષેકના લગ્ન એટલે ચૂંટણીનું રિઝલ્ટ છે. વિવેકના ટ્વીટમાં એક મહિલાનું અપમાન થતું હોવાથી રાજ્ય મહિલા પંચ દ્વારા તેને નોટીસ મોકલાવી છે.
વિવેકના ટ્વીટ પર અભિનેત્રી સોનમ કપૂર અહુજા, બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા સહિત અન્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. સોનમ કપૂરે કહ્યું હતું કે વિવેક અૉબેરોયની ટ્વીટ ટેસ્ટલેસ અને ઘૃણાસ્પદ છે.
ઊર્મિલા માતોંડકરે કહ્યું હતું કે વિવેક ઓબેરોયની હિંમત તો જુઓ. ટ્વીટ બદલ માફી તો માગતો નથી, ટ્વીટ ડિલિટ પણ નથી કરતો.
રાષ્ટ્રીય મહિલા પંચે વિવેક ઓબેરોયને અપમાનજનક અને હલકા પ્રકારની ટ્વીટ કરવા બદલ ખુલાસો કરવા કહ્યું છે. વિવેક ઓબેરોયે જે ટ્વીટમાં જે તસવીર મૂકી છે એમાં એક નાની બાળકીની તસવીર પણ છે જે એણે મૂકવી જોઇતી નહોતી અને એક મહિલાની ખરાબ રીતે તુલના કરી છે.
 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer