અમુલનું દૂધ આજથી બે રૂપિયા મોંઘું

અમુલનું દૂધ આજથી બે રૂપિયા મોંઘું
અમારા પતિનિધિ તરફથી
વડોદરા, તા. 20 : પાણીનો પોકાર અને વધતી મોંઘવારી વચ્ચે આમ આદમીનું બજેટ વધી જાય તેવો ધડાકો અમુલ કંપનીએ કર્યો છે. ઉનાળામાં દૂધની આવક ઘટતા ભાવવધારાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમુલે દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો ભાવવધારો કર્યો છે. જેમાં અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આવતી કાલથી નવા ભાવનો અમલ શરૂ થશે.
અમુલ ગોલ્ડમાં પ્રતિ લિટરે રૂા. 2નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ શક્તિમાં પણ પ્રતિ લિટરે રૂા. 2નો વધારો કરવામાં આવ્યો છે. અમુલ ટી સ્પેશિયલમાં પ્રતિ લિટર રૂા. 2નો વધારો કરવામાં આવ્યો છે. આવતી કાલથી નવો ભાવ અમલમાં આવશે. 
 ભાવવધારા બાદ નવા ભાવ પર નજર કરીએ તો અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ, અમુલ તાજા, અમુલ સ્લિમ ઍન્ડ ટ્રીમ, અમુલ ટી સ્પેશિયલ અને અમુલ કાઉ મિલ્ક જેવા 6 પ્રકારના ઉત્પાદન પર આવતી કાલથી 2 રૂપિયા વધારાના આપવા પડશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 2006થી અત્યાર સુધી અમુલે 22 વખત દૂધનાં ભાવમાં વધારો કર્યો છે. આ ભાવવધારો દિલ્હી નેશનલ કેપિટલ રીજન (એનસીઆર), મહારાષ્ટ્ર તથા અન્ય રાજ્યોમાં મંગળવારથી અમલમાં આવશે.
 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer