એક્ઝિટ પોલ્સને છેડછાડની ઢાલ સમાન ગણાવતા વિપક્ષો

એક્ઝિટ પોલ્સને છેડછાડની ઢાલ સમાન ગણાવતા વિપક્ષો
નવી દિલ્હી, તા. 20 : તમામ એક્ઝિટ પોલમાં એનડીએન પૂર્ણ બહુમતની ભવિષ્યવાણી બાદ વિપક્ષી છાવણીમાથી ઈવીએમ ઉપરના  આક્ષેપો શરૂ થઈ ચૂક્યા છે. ઈવીએમ સાથે ચેડાની આશંકા વ્યક્ત કરતા અમુક વિપક્ષી દળે સવાલ ઉઠાવ્યો છે કે, વીપેટ અને ઈવીએમમાં દાખલ મત અલગ અલગ આવે તો શું થશે ? આપના સાંસદ સંજય સિંહે તો મત એકસમાન ન આવે તો ચૂંટણી જ રદ કરી દેવાની માગણી કરી છે. જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુએ ચૂંટણી પંચ સમક્ષ વિપક્ષી ચિંતાને દૂર કરવા કહ્યું છે. અમુક દળોએ એક્ઝિટ પોલને પણ ઈવીએમ સાથે કથિત ચેડાની ઢાલ સમાન ગણાવ્યા છે. 
એક્ઝિટ પોલ જેવું જ પરિણામ આવશે તો એક વાત નક્કી છે કે ઈવીએમ સાચે ચેડા થયા છે. છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધનસભામાં કોંગ્રેસની જીત એક ષડયંત્ર હતું. જેથી ઈવીએમમાં ચેડા નથી તેવો ભરોસો બેસાડી શકાય. 
- રાશિદ અલ્વી (કોંગ્રેસ નેતા)
મતગણતરી  પ્રક્રિયામાં ઘણી સમસ્યા છે. ચૂંટણી પંચે તમામ સમસ્યા દૂર કરવા પગલાં લેવા જોઈએ. ઈવીએમને લઈને અફવા ફરી રહી છે જેમાં પ્રિન્ટર્સ સાથે ચેડા પણ સામેલ છે. 
- ચંદ્રાબાબુ નાયડુ (આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી)
ઈવીએમમાં નોંધાયેલા મત અને વીપેટ રસીદ મેચ ન થાય તો શું કરવું જોઈએ. હજી સુધી આ મામલો અસ્પષ્ટ છે. મિસમેચ થાય તો શું પગલા લેવા તે અંગે કોઈ પ્રક્રિયા સ્પષ્ટ નથી. 
- સીતારામ યેચુરી (સીપીએમ મહાસચિવ)
હું એક્ઝિટ પોલ ઉપર ભરોસો નથી કરતી. તેના મારફતે ઈવીએમમાં ચેડા થઈ શકે છે. હું તમામ વિપક્ષી દળોને અપીલ કરૂં છું કે તેઓ એકજૂથ રહે, મજબૂત રહે અને હિંમત રાખે. આપણે આ લડાઈ સાતે મળીને લડશું 
- મમતા બેનરજી (પ.બંગાળ મુખ્યમંત્રી)
જો ક્યાંય ઈવીએમના મત અને વીપેટ રસીદ એકસમાન ન હોય તો આ પરિસ્થિતિમાં ચૂંટણી રદ કરી દેવી જોઈએ. તમામ દળો વીપેટ-ઈવીએમ સરખામણીમાં તફાવત ઉપર ચૂંટણી રદ કરવાની માગણી કરે.
- સંજય સિંહ (આપ રાજ્યસભા સાંસદ)
એક્ઝિટ પોલ એક ચોક્કસ વ્યક્તિ કે દળ અંગેની ખોટી છાપ ઉભી કરવાનો પ્રયાસ હતો. આ માત્ર એક્ઝિટ પોલ છે એક્ઝેટ પોલ નથી.  એક્ઝિટ પોલ વિપક્ષી દળોએ ઈવીએમ મુદ્દે ઉઠાવેલા ગંભીર પ્રશ્નોનું પુનરાવર્તન કરી રહ્યા છે.
- એચડી કુમારસ્વામી (કર્ણાટક મુખ્યમંત્રી)
એક્ઝિટ પોલ ભુતકાળમાં ઘણી વખત ખોટા સાબિત થયા છે. વાજપેઈના ઈન્ડિયા શાઈનિંગ ઉપર ભાજપને 2004માં જીતનું અનુમાન કર્યું હતું પણ હાર મળી હતી. વધુમાં જો ઈવીએમનો મુદ્દો ઉઠશે તો પક્ષ લડાઈ લડવા માટે તૈયાર છે.                - શરદ યાદવ (એલજેડી)
 

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer