તુવેરના ભાવ લઘુતમ ટેકાના ભાવ કરતાં વધી ગયા

મગ 2 ટકા, અડદ 13.7 ટકા, મસૂર 7 ટકા ઊંચકાયા
ચેન્નાઈ, તા. 21 : તુવેરમાં ખેંચની સ્થિતિને લઈને બે વર્ષ પછી તેના ભાવ સરકારના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) કરતાં ઊંચા બોલાઈ રહ્યા છે. ભાવ હાલ ક્વિન્ટલ દીઠ રૂા. 5675થી રૂા. 5900 બોલાઈ રહ્યા છે, જે હજી વધીને રૂા. 6500થી 7000ને સ્પર્શશે એવી ધારણા રખાય છે.
તો મેમાં અત્યાર સુધીમાં અન્ય કઠોળ જેવાં કે મગના ભાવ બે ટકા, અડદના 13.7 ટકા અને મસૂરના ભાવ 7 ટકા વધી ગયા છે.
અત્રે જાણવું રસપ્રદ રહેશે કે મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાત તુવેરનો મોટો પાક લેતાં રાજ્યો છે. ગયા વર્ષે અને આ વર્ષે ઘણાયે ઉત્પાદક વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિથી તેનાં ઉત્પાદનને અસર થઈ છે. 2018-19ના ખરીફ પાકનો અંદાજ 298000 ઘટીને 37 લાખ ટન રહ્યો હતો. આ વર્ષે દેશભરમાં ઉત્પાદન 10 લાખ ટન ઓછું થવાની શક્યતા છે. આથી સ્ટોકિસ્ટો અને જથ્થાબંધ વેપારીઓ માલ પકડી રાખી રહ્યા છે. તેઓ આગળ ઉપર ભાવ હજી વધશેની આશા રાખી રહ્યા છે. મુખ્ય બજારોમાં મળીને આ મહિને રોજની આવક ઘટીને 1500થી 3000 ગૂણીની થઈ રહી છે જે વર્ષ પહેલાં આ સમયે 8000-12000 ગૂણીની રહેતી હતી. ભારતની તેમાં વાર્ષિક 42-45 લાખ ટનની રહે છે, જેમાં વેપારીઓ વપરાશી માગ પાસે રહેલા સ્ટોકને ગણતરીમાં નથી લેવાયા. 

Published on: Tue, 21 May 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer