રફ હીરા અંગે કસ્ટમ્સના પરિપત્રથી આયાતકારોમાં ભારે નારાજગી

મુંબઈ, તા. 21 : મુંબઈ કસ્ટમ વિભાગના પરિપત્રથી હીરા ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે અને ઉદ્યોગ ભારે વિમાસણ અનુભવી રહ્યો છે. આ પરિપત્રમાં કાચા હીરાના આયાતકારોએ આયાતના બિલો/શિપિંગ બિલમાં પ્રત્યેક હીરાના મૂલ્ય, આકાર, પ્રકાર, રંગ વગેરેનો ઉલ્લેખ કરવા ખાસ કહેવામાં આવ્યું છે. એક પખવાડિયા પહેલાં કસ્ટમ્સે આ પરિપત્ર જારી કર્યું હતું ત્યાર પછી હીરાની આયાત ચાલુ કરી, પણ માગેલી માહિતી નહીં હોવાથી કસ્ટમ્સમાંથી હીરા છોડાવવા મુશ્કેલ બની ગયા છે.
કસ્ટમ્સ વિભાગે આ પત્રમાં જણાવ્યું હતું કે કાચા હીરાની નિકાસની સાથે સાથે આયાતમાં કિંમતની ખોટી માહિતી અપાઈ છે તેથી હવે આ સ્થિતિ નિવારવા તેનો કાયદાકીય ઉપાય હાથ ધરવો પડે એવી સ્થિતિ રહી છે.
ગયા વર્ષે ભારતે 19 અબજ ડૉલરના રફ હીરાની આયાત કરી હતી. તેમાં મૂલ્યાંકન ઉદ્યોગ પછી કટ અને પૉલિશ્ડ હીરાની નિકાસ 24 અબજ ડૉલરની થઈ ગણાય.
આયાતકારોના જણાવ્યા મુજબ રફ પર આયાત જકાત લાગુ નથી. માત્ર જીએસટીના 0.25 ટકા જેટલી જ ચુકવણી કરવી પડતી હોય છે, જે શિપિંગ બિલમાં દર્શાવેલી તેની જાહેર કરાયેલી કિંમતના આધારિત હોય છે.
જેમ ઍન્ડ જ્વેલરી એકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઈસ-ચેરમેન કોલીન શાહના જણાવ્યા મુજબ ગયા 16 વર્ષથી શિપિંગ બિલોમાં કરાયેલી જાહેરાત વાસ્તવમાં વિદેશ નિકાસના શિપિંગ બિલ અને ચલણમાં દર્શાવાયેલ માહિતી પ્રમાણેના આધારિત રહી છે ત્યારે કસ્ટમ્સ જે માહિતીઓ માગે છે તે કોઈ પણ નિકાસકાર પાસેથી ઉપલબ્ધ રહેતી નથી તેથી શિપિંગ બિલ્સ/ઇન્વોઈસિસમાં જણાવાયેલું હોતું નથી. તેના કારણમાં મનાય છે કે કાચા હીરામાં કુદરતીરૂપે અલગતાપણું હોય છે.
પરિષદનું માનવું છે કે સરકારી સર્ક્યુલર વિવાદો સર્જશે જે કારણે ઉદ્યોગ સંપૂર્ણ રીતે બંધાઈ જશે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer