12000 ભારતીય હજયાત્રીઓની શ્રેણીમાં કરાયો બદલાવ

12000 ભારતીય હજયાત્રીઓની શ્રેણીમાં કરાયો બદલાવ
મુંબઈ, તા. 21 : આ વર્ષે હજ માટે નંબર લાગેલા અને મક્કા મરહમના પરિસરમાં નિવાસસ્થાન નિશ્ચિત કરાયેલા અંદાજે 12929 ભાવિકોની હજ શ્રેણી (કેટેગરી)માં બદલાવ કરવામાં આવ્યો છે. તેમને હવે નોન-કુકિંગ નોન-ટ્રાવેલ્સ (એનસીએનટી) શ્રેણીમાંથી કાઢી તેમનો સમાવેશ અજેઝીયા જૂથમાં કરવામાં આવ્યો છે. મક્કાની ધાર્મિક વિધિ પૂર્ણ કરવા માટે હવે તેઓ વાહનોનો ઉપયોગ કરી શકશે.
સઉદી અરેબિયાના દૂતાવાસે મક્કા મુકરમામાં વધારાના ઘરોની માગણી નામંજૂર કરવાથી લગભગ 12000 ભાવિકોની હવે થોડા દૂરના સ્થળે નિવાસની વ્યવસ્થા કરવામાં આવશે.
ઇસ્લામ ધર્મના પાંચ મુખ્ય તત્ત્વો પૈકી એક `હજ યાત્રા' હોઈ તે દર વર્ષે સઉદીમાં યોજાય છે અને વિશ્વભરના લાખો મુસ્લિમો તેમાં સહભાગી થાય છે. ભારતમાં તેનું આયોજન કેન્દ્રીય લઘુમતી વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે.
આ વર્ષે યોજાનારી હજ યાત્રા માટે હજ કમિટીની તૈયારી અંતિમ તબક્કામાં હોઈ `એનસીએનટી' જૂથમાંના 12000 ભાવિકોના નામ ઘરની અછતને લીધે બાકાત કરાયા હતા.
ગત રવિવારે આ અંગેની યાદી હજ કમિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવી હતી.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer