દુકાનોનાં સાઈન બૉર્ડને જાહેર ખબર ગણીને પાલિકાએ નોટિસો ફટકારી

કમિશનર પ્રવીણ પરદેશી અને વેપારીઓ વચ્ચે આવતી કાલે બેઠક

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મહાપાલિકાએ છેલ્લા એક વર્ષમાં દુકાનોના પાટીયાને જાહેર ખબર ગણીને કલમ 328/328 (એ) હેઠળ 1000 જેટલા વેપારીઓને નોટિસો આપી છે. તે અંગે ફેડરેશન અૉફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર ઍસોસિયેશનના પ્રમુખ વીરેન શાહે પાલિકાઆયુક્ત પ્રવીણ પરદેશીને પત્ર લખ્યો હતો. તે અંગે પરદેશીએ આવતી 24મી મેએ તેમની કચેરીમાં વેપારીઓ અને સંબંધિત અધિકારીઓની બેઠક બોલાવી છે. તેમાં વેપારીઓને દુકાનો પરનાં સાઇન બોર્ડને જાહેર ખબર ગણીને અપાતી નોટિસો વિશે ચર્ચા થશે.
વિરેન શાહે જણાવ્યું હતું કે દુકાન ઉપરનાં સાઇન બોર્ડને જાહેર ખબર ગણી શકાય નહીં, એવા સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના અનેક ચુકાદા છે. આમ છતાં વર્ષ 2015માં આઈસીઆઈસીઆઈ વિરુદ્ધ મુંબઈપાલિકાના પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતે પાલિકાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આઈસીઆઈસીઆઈ બૅન્કે તેની શાખાની સાથે એટીએમનું બોર્ડ મૂક્યું હતું. તેણે અલગ ગણીને જાહેર ખબરનો ચાર્જ વસૂલ કરવાની નોટિસ સર્વોચ્ચ અદાલતે ગ્રાહ્ય ગણ્યો હતો. તેના આધારે મુંબઈ પાલિકાએ એક વર્ષમાં લગભગ 1000 કરતાં વધારે વેપારીઓને નોટિસો આપી છે. તેની ચર્ચા પાલિકાઆયુક્ત સાથેની બેઠકમાં થશે એમ શાહે ઉમેર્યું હતું.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer